Abtak Media Google News

વહેલી તકે માંગણી નહીં સંતોષાય તો જલદ આંદોલન કરવાની ખેડુતોની ચીમકી

ધોરાજી તાલુકાના હડમતીયા ભાદાજાળીયા નાની મારડ તથા નાગલખડા નાં ગામોમાં સિંચાઈ પિયત માટે થી કેનાલ છોડવામાં આવેલ પરંતુ ઉપરોક્ત ગામોમાં આજ દિન સુધી કેનાલ નું પાણી પહોંચી શક્યુ નથી જેનાં કારણે પાક ને મોટું નુકશાન થાય છે અવારનવાર મૌખિક રજુઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયેલ નથી અને ખેડુતો ની હાલ વધું ને વધું કફોડી હાલત થઈ રહી છે.

Advertisement

જેથી સિંચાઈ પિયત પાણી માટે તાત્કાલિક ઉપરોક્ત ગામોમાં પિયત પાણ માટે વ્યવસ કરવામાં આવે જેનાં માટે હડમતીયા નાગલખડા ભાદાજાળીયા નાની મારડ તથા અન્ય ગામો ને પિયત પાણ માટે વ્યવસ કરવા માટે   સિંચાઈ ઓફિસ માં આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો વહેલી તકે આ માગણી નહીં સંતોષવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી ખેડુતો ઓએ ઉચ્ચારી હતી :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.