Abtak Media Google News

ગુજરાત રાજય કર્મચારી સંઘની ચીફ ઓફિસરને રજૂઆત: ઉપવાસ આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાકટ બેઈઝ પર ગેરેજ વિભાગમાં કામ કરતા ડ્રાઈવરો અને મજૂરોને છૂટા કરી દેવામાં આવતા રોષ વ્યાપી ગયો છે. ત્યારો છૂટા કરાયેલા તમામ કર્મચારીઓને પરત કામે લેવાની માંગ સાથે ગુજરાત રાજય કર્મચારી સંઘે ચીફ ઓફિસરને રજૂઆત કરી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

Advertisement

રજૂઆતમાં જણાવાયું કે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાના ગેરેજ વિભાગમાં અનુ. જાતિના અતિ પછાત એવા બાલ્મીકી સમાજના અંદાજે ૨૦થી વધુ ડ્રાઈવરો અને મજૂરો છેલ્લા આશરે ૧૫ વર્ષથી કોન્ટ્રાકટ બેઝમાં કામ કરી રહ્યાં છે.

હાલમાં સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરીનો કોન્ટ્રાકટ બહારની એજન્સીને આપવામાં આવેલ છે. જેથી નગરપાલિકાના કોન્ટ્રાકટ બેઈઝના ગેરેજ વિભાગના ડ્રાઈવરો અને મજૂરોને દિવાળી જેવા તહેવારો નજીકમાં હોવા છતાં ગેરકાયદેસર રીતે મૌખિક સૂચનાથી છુટા કરવામાં આવેલ છે.

જેથી કામદારોમાં મોટો અસંતોષ વ્યાપી ગયો છે. તેમજ લેબર કાયદાની જોગવાઈ મુજબ ૮૫% કામદારો સ્થાનિક તેમજ ૧૫% કામદારો બહારના હોય તેમ છતાં સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા દ્વારા ગેરેજ વિભાગના ૨૦થી વધુ કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરીને ૧૦૦% બહારના કામદારો લાવીને લેબર કાયદાની જોગવાઈઓનો ભંગ કરેલ છે. જેથી છૂટા કરેલ ગેરેજ વિભાગના ૨૦થી વધુ કામદારો મુળ જગ્યા પર પરત લેવામાં આવે તેવી માંગ છે. અન્યથા પ્રતિક ઉપવાસ શ‚ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.