Abtak Media Google News

પુનિત સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, નિલકંઠ સિનેમા પાછળ આવેલા બ્રહ્મકુમારીઝનાં સબઝોન કાર્યાલય દિવ્ય દર્શનનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાત ઝોન ડાયરેકટર સરલાદીદીજીની અધ્યક્ષતામાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને ગોવિંદભાઈ પટેલનાં હસ્તે દિવ્ય દર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

Advertisement

ઉદ્ઘાટન પ્રસંગે અતિિ વિશેષ તરીકે વાઈસ ચેરમેન કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગ માઉન્ટ આબુ રાજયોગી ભ્રાતા બ્રહ્મકુમાર રાજુભાઈ ઉપસ્તિ રહ્યાં હતા.

રાજકોટ બ્રહ્મકુમારીના અધ્યક્ષ ભારતીદીદી ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૫ વર્ષી ઉપસેવા કેન્દ્ર ચાલતું જ હતું. હવે આજે આ સેવા કેન્દ્ર બન્યું છે. તેના ઉદ્ઘાટન પ્રસંગ ઉજવી રહ્યાં છે. રાજકોટમાં ૧૭ સેવા કેન્દ્રો છે. આ બધા સેવા કેન્દ્રોનાં પરિવારને ઈશ્ર્વરીયા પરિવારના સદસ્યો માનીએ છીએ. આપણા દર્શને એક પરિવારમાં બનાવવાનો આ વિદ્યાલયનો લક્ષ છે. આત્મીક દ્રષ્ટિ અને ભાવી વ્યવહાર કરીએ, સુભભાવના, શુભ વચન, વિશ્ર્વ પરિવર્તનનું કાર્ય વિદ્યાલય કરી રહ્યું છે. આખા ગુજરાતમાં ૫૦૦ જેટલા સેવા કેન્દ્રો છે. જયાં સેવાકીય કામગીરી ચાલતી રહે છે.

Vlcsnap 2018 02 08 13H30M29S250 1Vlcsnap 2018 02 08 13H30M34S48ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવેલ કે મેહુલનગરની અંદર ઓમ શાંતિ વિશ્ર્વ વિદ્યાપીઠનું આજે દીદીની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું છે. સ્વાભાવિક રીતે ધાર્મિક સંસની અંદર લોકોની લાગણી જોડાયેલી હોય છે. આ પ્રકારના પ્રસંગમાં લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. ઓમ શાંતિના દરેક ઉત્સવપ્રેમીઓ હાજર છે. ખુબ માની દીદી સો રહી જે કેન્દ્રનું લોકાર્પણ કરી રહ્યાં છે ત્યારે અમે પણ ગૌરવની લાગણી અનુભવી છીએ કે આ પ્રકારનો કાર્યક્રમમાં ઉપસ્તિ રહી અને અમારું સન્માન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2018 02 08 13H30M07S36Vlcsnap 2018 02 08 13H30M56S3Vlcsnap 2018 02 08 13H30M42S126

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.