Abtak Media Google News

ડોળાસાના નવાપરા, મોટી-ફાંફણી, નાની ફાંફણી, માલગામ, કરેણી સહિતના ગામોમાં પાંચ ફૂટ પાણી ભરાતા લોકો બેહાલ

કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં ગત મોડીરાત્રીથી વહેલી સવારના ૬ સુ માત્ર છ કલાક મેઘરાજાએ તાંડવ મચાવી ૩૩૦ મીમી વરસાદ વરસાવી દેતા ડોળાસા ગામની ચંદ્રભાગા નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠાના નવાપરા વિસ્તારમાં પાંચ પાંચ ફૂટ પાણી ઘુસી ગયા હતા અનેક ઘરોમાં પાણી ઘુસી જતા વ્યાપક નુકશાન થયું છે. આ ઉપરાંત શાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવતા નાની ફાંફણી, મોટી ફાંફણી, પાંચપીપળવા, માલગામ વિગેરે ગામોમાં બે દિવસમાં બીજીવાર પાંચ પાંચ ફૂટ પાણી ઘુસી જતા લોકોની હાલક કફોડીબ નથી છે. જયારે રૂપેણ નદીમાં પણ ઘોડાપૂર આવતા કરેણી કાણકીયા, સમાસી અને લેરકા ગામમાં પાંચ ફૂટ પાણી ઘુસી ગયા હતા. તો. પાંચ પીપળવા ડેમ ભારે વરસાદના કારણે ઓવર ફલો થતા નીચાણમાં આવેલ ચીખલી ગામમાં પાણી ઘુસી ગયા હતા.Img 20180717 Wa0065

કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ગત રાત્રીનાં ૧૨ વાગ્યાથી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો જે વહેલી સવારના ૬ વાગ્યા સુધી વરસ્યો માત્ર ૬ કલાકમાં ૩૩૦ મીમી ૧૩ ઈંચ પાણી પડી ગયું હતુ જેના કારણે ચંદ્રભાગા નદી ગાંડીતુર બની હતી અને તેના ધસમસતા પાણી કાઠો ઓળંગી નવાપરા વિસ્તારમાં ઘુસી ગયા હતા. ભારે વરસાદના કારણે રાત્રીભર નવાપરા વિસ્તારનાં લોકો સફાળા જાગતા રહ્યા હતા સૌની શંકા મુજબ સવારના ૪ વાગ્યાથી પાણી આવવાની શરૂઆત થઈ હતી. જે છ વાગ્યા સુધીમાં પાંચ પાચ ફૂટ સુધી આવી પડતા અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અનેક કાંચા મકાનોને નુકશાન થયું છે. કેટલાક લોકોનું અનાજ ઘરવખરી પલળી ગઈ હતી. બે કલાક બાદ પૂરના પાણી ઓસરવા શરૂ થઈ ગયા હતા અને ૧૦ વાગ્યે પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

આ દરમ્યાન પૂરના પાણીએ ભારે નુકશાન કરી દીધું હતુ ડોળાસાના બચુભાઈ પરમાર તરફથી નવાપરા વિસ્તાર લોકોનો દરેક ઘરે બપોરનું ભોજન પહોચાડવામાં આવ્યું હતુ ચંદ્રભાગા (ડોળાસા) અને રૂપેણ (સીમાસી)ના ઘોડાપૂર એક સાથે મળી જતા ડોળાસા સીમાસી વચ્ચે ત્રણ કીમીમાં હાઈવે રોડ પર ૩-૩ ફૂટ પાણી વહેવા લાગતા પાંચ કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો.

આ પૂરના પાણીથી આ વિસ્તારના ભાલ વિસ્તારની હજારો એકર જમીનમાં ઉભા પાકનું ભારે ધોવાણ થયું છે. જેના અહેવાલો હવે પ્રાપ્ત થશે.

નાની મોટી ફાંફણી પાંચ પીપળવા, માલગામ કોડીનાર તાલુકાના નાની મોટી ફાફણી, પાંચપીપળવા અને માલગામ ગામો સાંગાવાડી નદીનાં કિનારે વસેલા ગામો છે. ગઈકાલે બપોરે આ ગામોમાં પૂરના પાણી ઘુંસી ગયા હતા ત્યા ફરી તા.૧૭ની વહેલી સવારે ફરી આ ગામોમાં પૂરના ઘસમસતા પાણી પાંચ પાંચ ફૂટ સુધી ગામોમા ઘૂસી જતા ભારે તારાજી સર્જાઈ તેમાય મોટી ફાંફણી નાની ફાંફણી અને પાંચ પીપળવા ગામના ચીખલી રોડ પરના નવાપરા વિસ્તારનાં પાંચ પાંચ ફૂટ પાણી ઘરોમાં ઘૂંસી જતા લોકોની ઘર વખરી નષ્ટ થઈ છે. સીમમાં હજારો એકર જમીનમાં પાકનું ભારે ધોવાણ થયાના સમાચારો પ્રાપ્ત થયા છે.Img 20180717 Wa0063

કરેણી, કાણકીયા, સીમાસી, રકા, ચીખલી ગીર ગઢડા તાલુકાના કરેણી, કાણકીયા સીમાસી અને ઉના તાલુકાના લેરકા અને ચીખલી ગામો રૂપેણ નદીનાં કિનારે વસેલા ગામો છે. તા.૧૬ના બપોરે ઉપરવાસમાં ગીરગઢડામાં ૧૫ ઈંચ વરસાદ થતા રૂપેણના પૂર આ ગામોમાં ઘુસી જતા લોકો ત્રાહીત્રાહી થઈ ગયા હતા કરેણી કાણકીયા અને લેરકા ગામોમાં ભારે તબાહી સજાઈ છે.

લેરકા ગામમાં કેટલાક ઉંચાણ વાળા ઘરોને બાદ કરતા તમામ ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘર વખરી અનાજને ભારે નુકશાન થયું છે. આ ઉપરાંત સીમાસીના નવાપરા વિસ્તાર અને ચીખલી ગામોમાં પણ પાણી ઘુસી ગયા હતા.

આ તમામ ગામોમાં જમીનમાં ઉભેલા પાકોનું તેમજ જમીનનું ભારે ધોવાણ થયું છે. ડોળાસા વિસ્તારમાં મૌસમનો કુલ વરસાદ ૧૩૯ મીમી ૪૫.૫ ઈંચ થયો છે. દિવસ દરમ્યાન વરસાદ થયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.