Abtak Media Google News

વલસાડના કપરાડામાં સૌથી વધુ 98 ઇંચ અને સૌથી ઓછો અમદાવાદના દેત્રોજમાં 8॥ ઇંચ વરસાદ

રાજ્યમાં મેઘરાજા પણ ઓરમાયું વર્તન દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના 48 તાલુકાઓ એવા છે. જેમાં 40 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે.જ્યારે 6 તાલુકાઓમાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 98 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ અમદાવાદના દેત્રોજમાં માત્ર 8॥ ઇંચ વરસાદ પડ્યો છે.

Advertisement

રાજ્યમાં અત્યાર સુધીમાં 79.37 ટકા વરસાદ વરસી ગયો છે. આવતીકાલથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. સાયક્લોનીક સરક્યુલેશનની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 71 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. ગુજરાતના છ તાલૂકાઓ એવા છે. જ્યાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં ચાણસ્મા, ધનેરા, બાવળા, દેત્રોજ, સિંગવડ અને આમોદ તાલૂકાનો સમાવેશ થાય છે.

જ્યારે 48 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 98 ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, કપરાડામાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 117 ઇંચ જેટલો વરસાદ પડે છે. કપરાડા ઉપરાંત અંજાર, નડિયાદ, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ઉપલેટા, જામનગર, ખંભાળીયા, ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર, કોડિનાર, સુત્રાપાડા, તાલાલા, વેરાવળ, ભાવનગર, સોનગઢ, વાલોદ, વ્યારા, ડોલવાણ, બારડોલી, માંડવી, માંગરોળ, પલાસણ, ઉમરપાડા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વાસંદા, ધરમપુર, પારડી, ઉમરગામ, વલસાડ, વાપી, ડાંગ, સુબીર અને વઘઇમાં 40 ઇંચથી લઇ 98 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

રાજ્યમાં આજ સુધીમાં 79.37 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 135.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.70 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.19 ટકા, સૌરાષ્ટ્રમાં 109.28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 69.57 ટકા વરસાદ વરસી ગયો છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

કાલથી વરસાદનો વધૂ એક રાઉન્ડ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. અમદાવાદ શહેર અને આસપાસના ગામડામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ દરિયામાં કરંટ અને પવનનો વેગ તીવ્ર રહેવાના અનુમાનને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવમાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં ચોમાસાનો  વધુ એક રાઉન્ડ શરૂ થશે.  શુક્રવાર અને શનિવારે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ભારે વરસાદની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.