મહેંદી રંગ લાઇ  પરંપરાગત ‘મહેંદી’ હવે બની ટ્રેન્ડ

રાજકોટીયન્સ 200થી લઈ 25000 સુધીની કરાવે છે મહેંદી, થીમ વેડીંગને ધ્યાને લઈ ટ્રેન્ડીંગ બનેલી મહેદીનું ફંકશન એક આખા દિવસનું

સીમ્બોલીક મહેદી, મંત્રો, ફીગરનો ક્ધયાઓમાં વધ્યો ક્રેઝ બદલાયેલા ટ્રેન્ડમાં એક કલાકથી લઈ પૂરા દિવસનું મહેદીનું આયોજન

 

અબતક,રાજકોટ

લગ્ની સીઝન પૂર જોષમાં ચાલી રહી છે. ત્યારે અલગ અલગ પ્રકારની મહેદીનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે માત્ર લગ્ન પ્રસંગમાં જ નહી પરંતુ વિવિધ પ્રસંગો જેવા કે કડવા ચોથ, કુમકુમ પગલા જેવા અનેક શુભ પ્રસંગોમાં મહેદી મૂકવામા આવે છે. આટલું જ નહીં પહેલા માત્ર એક કલાકના મહેંદીના ફંકશનનું આયોજન કરવામાં આવતું જે હાલ બદલાતા ટ્રેન્ડમાં એક દિવસનું યોજાય છે. આ ઉપરાંત માત્ર ક્ધયાઓમા જ નહી પરંતુ પુરૂષોમાં પણ મહેદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેટલાક આર્ટીસ્ટો અલગ અલગ સ્ટાર અને મહાનુભાવોના પોટ્રેટ પણ બનાવી રહ્યા છે. આ ઉપરાંત દુલ્હન વિવિધ મંત્રો અને ફંકશન પ્રમાણેના ચિહનો પણ મહેંદીમાં મૂકાવે છે.

 

 

ઈન્ડીયન સ્ટાઈલ મહેંદીનો વધ્યો ક્રેઝ

આ ઉપરાંત હાલ ઈન્ડીયન સ્ટાઈલ મહેદીનો વધુ ક્રેઝ જોવા મળે છે. તેમા દુલ્હા, દુલ્હન, મંત્ર, વગેરે મહેદી બ્રાઈડ મૂકાવે છે. તેઓએ લોકોના ચહીતા સ્ટારસ, અને નેતાઓનાં વિવિધ પોટરેટ પણ બનાવ્યા છે. જેમાં મોદીજી, ગાંધીજી વગેરેનો સમાવેશ થાય છે.

 

માત્ર છોકરીઓનો જ નહી છોકરાઓના પણ રસનો વિષય: મહેંદી !

ઈમરાનભાઈએ મહેંદી વિશેના પોતાના શોખ વિશે જણાવતા કહ્યું હતુકે તેઓ નાનપણથી જ મહેંદી કરે છે તેઓ મહેદી માત્ર કમાવાના હેતુથી જ નહી રંતુ શોખથી કરે છે. અને તેઓ મહેદીને એક આર્ટ માને છે. 25 વર્ષથી તેઓ મહેંદી કરે છે ત્યારે વધુમાં મહેંદીના પ્રકારો વિશે જણાવતા તેઓએ કહ્યું હતુ કે તેમાં બ્રાઈડલ, અરેબીક, ફીગરવાળી મહેદીનો હાલ ખૂબ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેઓ 2500થી લઈ 10,000 સુધી મહેદી મૂકવા જાય છે.

માત્ર રાજકોટ જ રહી બહારગામ પણ તેઓ મહેદી મૂકવા જાય છે. આટલું જ નહી તેઓ જે ગલ્સ -બોયસને મહેદીનો શોખ હોય તેને શીખવે પણ છે.

 

નાના મોટા શુભ પ્રસંગે યુવતીઓમાં મહેંદીનો ક્રેઝ વધ્યો: શીવાગી જસાણી

મહેંદીની પરંપરા વર્ષો જૂની છે અત્યારનો સમયમાં બધા લોકોમાં મહેંદીની અવેરનેસ આવી છે અત્યારના ટ્રેન્ડમાં ગલ્સ સાથે બોયઝ પણ મહેદી લગાવે છે. અને આપણે એક સુકન તરીકે મહેંદીને લગાવીએ છીએ અત્યારનાં નવા ટ્રેન્ડમાં મહેંદીની રસમ કરવામાં આવે છે. અને આ રસમમાં આખો દિવસ ફાળવવામાં આવે છે.તેમજ બોડી પહેલા હાથ અને પગમાં જ મૂકવામાં આવતી પણ અત્યારે બોડીના અલગ અલગ પાર્ટમાં મૂકવામાં આવે છે. મહેંદી મુકવાથી જે કલર આવે છે તે હિસાબે આર્કષાય છે.પહેલા કરતા મહેંદીનો ક્રેઝ વધ્યો છે. તેમજ કોઈપણ વ્યકિતના લગ્નમાં રસમ રાખવામા આવે છે. અને મહેંદી વાળાને બોલાવવામાં આવે છે આ રસમમાં ઘરનાં બધાજ સભ્યો ભાગ લ્યે છે

લગ્નમાં ભારતીય સંસ્કૃતીનું શુકન મહેદી: રીધ્ધી ધામેલીયા

આ પાર્લરને 9 વર્ષ થયા છેલ્લા 2 વર્ષથી મેરેજ સીઝન નહતી પણ આ વર્ષે ખૂબજ સીઝન સારી છે. મહેંદીમાં સાઈડણ મહેદી, બ્રાઈડર મહેદી, કોબ્રાઈટ રીસેપસન બ્રાઈટ, આ બધી મહેંદીની સ્ટાઈલ છે જનરલી બ્રાઈડલમાં દુલ્હન મહેદીમાં ફીગર સ્ટ્રાઈલની મહેંદી ચાલે છે જેમાંબ ધા મંત્રો કરાવે છે. અને રાજસ્થાની મહેદી કરાવે છે.તેમજ આલ્ફા બેટ મહેદીનો ક્રેઝ વધારે છે. સીઝનમાં ખૂબજ રસ હોવાને હિસાબે કલાઈન્ટને ટાઈમીંગનું એડજેસ્ટ કરી દઈએ છીએ અત્યારે નાનામાં નાના ફંકશનમાં પણ મહેંદી કરાવવામાં આવે છે. સીઝનમાં સવારે 4થી રાત્રે 8 વાગ્યા સુધી સતત વર્ક કરવામાં આવે છે.

 

ઈન્ડીયન સ્ટાઈલ મહેદીનો ક્રેઝ દિન-પ્રતિદિન વધ્યો: માનસી ચૌહાણ

માનસી ચૌહાણએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેણે 2 વર્ષથી મહેંદી મૂકવાનું શરૂ કર્યું છે.

કોરોના દરમિયાન તે મહેંદી શીખ્યા અને ત્યારબાદ ઓર્ડર લેવાનું ચાલુ કર્યું ત્યારે હવે તે બ્રાઈડના પણ ઓર્ડર લે છે આ ઉપરાંત 1 વર્ષથી પોટ્રેટ મહેદી સહિત વિવિધ પ્રકારની મહેંદીના કલાસ ચલાવે છે.