Abtak Media Google News

બંગાળી કારીગરોની નોંધણી ઝુંબેશ દરમિયાન

મોટા ગજાના વેપારીનો વિશ્વાસ કેળવી અફઝલ અલી અને અશરફ અલી 3 કિલો સોનું લઈ ભાગી ગયા

ગુજરાતના સીમાડાને વટે તે પહેલાં એ ડિવિઝન પોલીસ દ્વારા બંનેને દબોચી લેવાયા

રાજકોટમાં સોની બજારમાંથી તાજેતરમાં જ એટીએસ દ્વારા ત્રણ બંગાળીઓની ધરપકડ કરી હતી કે જેઓ પાકિસ્તાનના અલ કાયદા સાથે સંકળાયેલા હોવાનો સમય આવતા ચકચાર મચી જવા પામી હતી જેને લઈને શહેર પોલીસ સફારી જાગી સોની બજારમાં રહેતા તમામ બંગાળી

Advertisement

કારીગરોના નોંધણી કરવાની ઝુંબેશ ઉઠાવી છે ત્યારે આ ઝુંબેશ વચ્ચે જ એક મોટા ગજાના સોની વેપારીઓનું આશરે રૂ.2 કરોડની કિંમતનું સોનુ લઈ બે બંગાળી કારીગર ફરાર થઈ ગયા હોવાના સમાચાર બહાર આવતા એ ડિવિઝન પોલીસ ઉંધે માથે લાગી હતી .જ્યારે આ બંને કરીગરો આશરે 3 કિલો જેટલું સોનુ લઈ ગયા હોવાની ચર્ચા થઈ રહી હતી. જ્યારે આ મામલે એ ડિવિશન પોલીસે બંને બંગાળી કારીગરો ગુજરાતની બોર્ડર ટપકે તે પહેલા જ તેને ડબોચી લીધા હતા.અને તેમાં એકનું નામ અફઝલ અલી અને બીજાનું નામ અશરફ અલી હોવાની વાત સામે આવી છે. પરંતુ આ મામલે હજુ પણ કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મળતી વિગત મુજબ શહેરમાં સોની બજારના મોટા ગજાના સોની વેપારીઓનું 2 કરોડની કિંમતનું સોનું લઈ બે બંગાળી કારીગર ફરાર થઇ ગયા હતા. જેનું નામ અફઝલ અલી અને અશરફ અલી હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને પાસેથી સોની વેપારીઓ મોટા પ્રમાણમાં સોનાની ઘરેણાના ઘાટ ઘડી કરાવતા હતા.

જ્યારે ગઈકાલે સાંજે એ. ડિવિઝન પોલીસ સમક્ષ આ મામલો પહોંચ્યો હતો.જ્યારે આ બનાવની જાણકારી એ ડિવિઝન પોલીસના પીઆઈ ધવલ હરીપરાને થતા તેમના દ્વારા સ્ટાફ સાથે રાત્રિના જ સોની બજારમાં પડાવ લખી દેવામાં આવ્યા હતા અને બંને શખ્સો રાજકોટની સરહદ કરે તે પહેલા જ તેમને દબોચી લઈ સકંજામાં લીધા હતા.જ્યારે તપાસ કરતા કુલ 3 કિલો સોનુ છે જેમાં મોટા ભાગનું એક જ વેપારીનું સોનુ છે. બાકી નાના પ્રમાણમાં બીજા કેટલાક વેપારીઓનું પણ સોનુ છે. હજુ કેટલાક વેપારીઓ સામે પણ ન આવ્યા હોય તેવું પણ બની શકે છે. પરંતુ હજુ સુધી કોઈ પણ સોની વેપારી દ્વારા ફરિયાદ કરવામાં ન આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેથી વેપારીઓને ફરિયાદ કરવા માટે આ સોનાના બિલ રજુ કરવા પડે તેથી વેપારીઓ પણ ઉંધે માથે લાગ્યા છે. જેથી સત્તાવાર આંકડો હવે પોલીસ ફરિયાદ થયા બાદ જ સામે આવી શકે તેમ છે.

વેપારી હજુ પોલીસ સમક્ષ ફરિયાદ કરવા જ નથી આવ્યા !!!

ગઈકાલ રાત્રીના સોની બજાર માંથી બે બંગાળી કારીગર સોનુ લઈ ફરાર થઇ જતા સોની બજારમાં ભારે ચર્ચા જાગી છે. આ કિસ્સામાં બે બંગાળી કારીગરો સોની વેપારીનું 3 કિલો સોનુ કે જેની કિંમત આશરે રૂ.2 કરોડ સુધીનું ગયું હોવાની ચર્ચા થઈ રહી છે. જેથી આ વાત સામે આવતા જ એ ડિવિઝન પોલીસ સતર્ક બની હતી અને બંને શખ્સો રાજકોટ બહાર ભાગે તે પહેલા જ તેમને દબોચી લેવામાં આવ્યા હતા.પણ પોલીસ સમક્ષ હજુ વેપારી કોઈ ફરિયાદ કરવા જ નથી આવ્યા હોવાની સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.જેથી હાલ સોની વેપારીઓનું સોનુ ગયું છે તેમને બિલ અને સોનાની વિગત રજૂ કરાવ્યા બાદ જ પાક્કી કિંમત જાણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.