Abtak Media Google News

મહેસાણા સમાચાર

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંબલીયાસણ વિસ્તાર માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે . લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં આંબલીયાસણ ગામના ચરાડુપરુ વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં વિદેશી શરાબનો જથ્થો દાટીને રાખેલો છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આંબલિયાસણના ચરાડાપરુ વિસ્તારમાં પહોંચી ખેતર ખોદી તેમાં સંતાડી રાખેલો વિદેશી શરાબની 2028 બોટલ જેની કિંમત રુપિયા 1,88,892 નો જથ્થો કબજે કરી ઘટના સ્થળ પરથી આરોપી આંબલીયાસણ ચરાડાપરુ વાળાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂના  કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ છે . આંબલીયાસણ ચરાડાપરુ વાળા વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કિશોર ગુપ્તા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.