Abtak Media Google News

કોટડાસાંગાણીના માણેકવાડા ગામે  ઝડપાયેલી જુગાર કલબના પ્રકરણમાં તાત્કાલિક અસરથી કોટડાસાંગાણીના પીએસઆઈ બી. ડી. પરમાર અને ત્રણ પોલીસમેનોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. જુગારની કલબ છેલ્લા એકાદ માસ કરતા વધુ સમયથી ચાલતી હોવાનો ખુલાસો થયો છે. આ પ્રકરણની ઈન્કવાયરી ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવાનો આદેશો કરવાનો આવ્યા છે. એસએમસીએ ગઈકાલે માણેકવાડા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના ફાર્મ હાઉસમાં દરોડો પાડી ત્યાં ધમધમતી જુગારની કલબ ઝડપી લીધી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડાને પગલે રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવ અને એસ.પી. રાઠોડ એ કાર્યવાહી કરી

મહેન્દ્રસિંહ સહિત કુલ 18 શખ્સોને રૂ. 94.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવે કોટડાસાંગાણીના પીએસઆઈ બી. ડી. પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જયારે રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડે બીટમાં  બે જમાદાર મહિપાલસિંહ જાડેજા અને સંજય બાંભવા તેમજ કોન્સ્ટેબલ અજયસિંહ જેઠવાને સસ્પેન્ડ કરવાના હુકમો કર્યા હતા. તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ જુગારની કલબ છેલ્લા એક  માસથી ચાલતી હતી. ફાર્મ હાઉસમાંથી દારૂની બે બોટલ અને બીયરના બે ટીન મળી આવ્યા હતા. જે મહેન્દ્રસિંહે પોતાના પીવા માટે હોવાનું પોલીસને જણાવ્યું છે.

સસ્પેન્શનની કાર્યવાહી બાદ રાજકોટ રૂરલ સિવાયના ડીવાયએસપી પાસેથી ઈન્કવાયરી પણ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અન્ય કયા કયા પોલીસ અધિકારીઓ કે માણસોની સંડોવણી છે. તેની તપાસ કરવામાં આવશે.  જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.