Abtak Media Google News

જી-7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પના વલણને કારણે ઉઠેલો વિવાદ થમવાનું નામ જ નથી લઈ રહ્યો. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે સોમવારે કહ્યું કે ટ્રમ્પ સંયુક્ત નિવેદન સામેલ ન થયા તે વાત નિરાશાજનક છે, જે કોઈ ગંભીર વાત તરફ ઈશારો કરે છે. પરંતુ હજુ બધું જ ખતમ નથી થઈ ગયું. ટ્રમ્પ ક્યૂબેકમાં બે દિવસીય જી-7 સમિટને વચ્ચે છોડીને સિંગાપુર રવાના થઈ ગયા હતા. તેઓએ વિમાનમાંથી જ ટ્વીટ કરી સમિટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

– એક ઈન્ટરવ્યૂમાં મર્કેલે કહ્યું કે, “આ સમય ઘણો જ પડકારજનક છે. વાતાવરણ નિરાશાજનક છે. જી-7 સમૂહમાં બધું જ ખતમ નથી થઈ ગયું. હું ગુસ્સાવાળી ભાષાનો ઉપયોગ નથી કરવા માંગતી. મેં નિરાશાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. આનાથી જ મામલાની ગંભીરતાનો ખ્યાલ આવે છે.”
– “કાર્સ પર શુલ્કને લઈને મર્કેલે કહ્યું કે જર્મન કાર ઈન્ડસ્ટ્રીમાં 8 લાખથી વધુ લોકો કામ કરે છે. અમે શું કરી શકીએ છીએ, તેના પર ફરી વિચારણા કરીશું. મને આશા છે કે યુરોપિય યુનિયન તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.