Abtak Media Google News
  • યુએઇના આકરા કાયદાને કારણે જેલવાસ ભોગવી રહેલા કેદીઓને ભારતીય ઉદ્યોગપતિ ફિરોઝ મર્ચન્ટ પૈસા આપીને છોડાવે છે
  • હાલમાં જ આ ઉદ્યોગપતિએ રૂ.2.25 કરોડ ખર્ચી 900 કેદીઓને છોડાવ્યા, ચાલુ વર્ષે 3 હજાર કેદીઓને જેલમુક્ત કરાવવાનો ધ્યેય

ખાડી દેશ સંયુક્ત આરબ અમીરાતમાં કડક કાયદાઓને કારણે મોટી સંખ્યામાં લોકો જેલમાં છે. ઘણા લોકો તેમની મુક્તિ માટેનો ખર્ચ ઉઠાવી શકતા નથી અને વર્ષો સુધી જેલમાં રહે છે. હવે આ કેદીઓને છોડાવવા માટે એક ભારતીય ઉદ્યોગપતિ આગળ આવ્યા છે. અહેવાલો મુજબ ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી ફિરોઝ મર્ચન્ટે 2024 ની શરૂઆતમાં યુએઇ જેલોમાંથી 900 કેદીઓને મુક્ત કરાવવા માટેઆશરે રૂ. 2.25 કરોડ ખર્ચ્યા છે. તેમનું લક્ષ્ય આ વર્ષે 3,000 કેદીઓને મુક્ત કરવાનું છે. જો કે તેને એક વર્ષમાં 20 હજાર કેદીઓને મુક્ત કરાવી દીધા છે.

અહેવાલો મુજબ પ્યોર ગોલ્ડ જ્વેલર્સના માલિક ફિરોઝ મર્ચન્ટ, યુએઈ સત્તાવાળાઓને 10 લાખ દિરહામ દાનમાં આપ્યા છે, તે પોતે દુબઈમાં રહે છે. ફિરોઝ મર્ચન્ટની ઓફિસે કહ્યું કે આ રમઝાન પહેલા નમ્રતા, માનવતા, ક્ષમા અને દયાનો સંદેશ છે.

પ્રખ્યાત દુબઈ સ્થિત ભારતીય ઉદ્યોગપતિ ફિરોઝ મર્ચન્ટે આરબ દેશની જેલોમાંથી 900 કેદીઓની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે આશરે રૂ. 2.25 કરોડનું દાન કર્યું છે, તેમના કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું છે. ફિરોઝ મર્ચન્ટ તેમની ‘ધ ફર્ગોટન સોસાયટી’ પહેલ માટે જાણીતા છે. તેઓએ 2024 ની શરૂઆતથી અત્યાર સુધીમાં 900 કેદીઓને મુક્ત કર્યા છે.

અહેવાલોમાં જણાવ્યા અનુસાર, તેમાં અજમાનના 495 કેદીઓ, ફુજૈરાહના 170 કેદીઓ, દુબઈના 121 કેદીઓ, ઉમ્મ અલ ક્વેનના 69 કેદીઓ અને રાસ અલ ખૈમાહના 28 કેદીઓ સામેલ છે. ફિરોઝ મર્ચન્ટે તે કેદીઓનું દેવું પણ ચૂકવી દીધું હતું અને તેમને ઘરે પરત ફરવા માટે હવાઈ ભાડું પણ આપ્યું હતું. તેમનો ધ્યેય પરિવારોને ફરીથી જોડવાનો અને તેમને જીવનમાં બીજી તક આપવાનો છે. 2024 માટે તેમનો ધ્યેય 3,000 થી વધુ કેદીઓને મુક્ત કરવામાં મદદ કરવાનો છે.

યુએઇની સેન્ટ્રલ જેલોમાં પોલીસ મહાનિર્દેશકો સાથે સહયોગમાં, ફિરોઝ મર્ચન્ટની પહેલે 20,000 થી વધુ કેદીઓને મદદ કરી છે. વેપારીએ કહ્યું, હું સરકારના સહકાર બદલ આભારી છું. ધ ફર્ગોટન સોસાયટી માને છે કે માનવતાની કોઈ મર્યાદા નથી અને અમે આ વ્યક્તિઓને તેમના પરિવારો અને સમુદાયો સાથે પુનઃજોડાવાની તક આપવા માટે સાથે મળીને કામ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.