Abtak Media Google News

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ હળવા વરસાદની આગાહી

પ્રિમોન્સુન એક્ટિવિટી

સમગ્ર રાજ્યમાં લોકો આકરી ગરમી અને કોરોનાનો સામનો કરી રહ્યા છે. બહાર નિકળે તો કોરોના અને અંદર રહે તો ગરમી પરેશાન કરી રહી છે.ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ હવે હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ માટે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાતં તા 27 અને 28 એમ બે દિવસ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં બફારો અનુભવાશે. થન્ડર સ્ટોર્મની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બે દિવસ વરસાદ બાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો એહસાસ થશે.

નોંધનીય છે કે વાવાઝોડાના કારણે ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. આંબા સહિત બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને કરોડોનું નુકસાન થયું હતુ ત્યારે ફરીથી કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને દીવમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ તાપમાન પણ 4-5 ડિગ્રી ઘટાડો થશે. એટલે કે બેવડી ઋતું હોવાથી સ્વેટરની સાથે સાથે છતરી પણ સાથે રાખજો. એટલું જ જ નહીં, બેવડી ઋતુમાં કોરોનાથી પણ બચવા માટે કાળજી રાખવી જરૂરી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પણ બપોરના સમયે પલટો જોવા મળે છે. રવિવારે રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જસદણ, ઉપલેટા, કોટડાસાંગાણી, મેટોડા, શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો અને રોડ ભીના કરી નાખ્યા હતા. ત્યારે આ વર્ષે વાવાઝોડાને પગલે ચોમાસુ મોડું બેસશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. સામાન્ય રીતે 15 જૂનથી ર0 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ દસ્તક દેતુ હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાની અસરતળે ચોમાસુ જૂન માસના અંતમાં બેસે તેવી શકયતા છે ત્યારે પ્રીમોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ મે માસથી જ થઇ ચૂકયો છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને દાદારનગર હવેલીમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે ભારે પવન પણ ફૂંકાશે

ગુજરાતમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડે છે પરંતુ મે મહિનાનો છેલ્લા સપ્તાહ સુધીમાં તાપમાન સામાન્ય રહ્યું છે એટલે કે 41 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયા રહ્યું છે. પરંતુ દરિયા કિનારે તાપમાન ઊંચું નોંધાયું છે.જેના કારણે દરિયા કિનારા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાયો છે.સાથે સાથે પવનની દિશામાં વારંવાર બદલાવ જોવા મળ્યો છે.પવનની દિશા બદલાતા સાથે વાતાવરણ બદલાવ જોવા મળ્યો છે. વારંવાર વાતાવરણ પલટાની અસર કૃષિ પાક પર જોવા મળી છે. થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. થન્ડર સ્ટોમ શુ છે ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિ એ જણાવ્યું હતું કે પવનની દિશા બદલાતા ભેજ પણ આવી રહ્યો છે અને સાથે ગરમ પવન જેના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે.અને સામાન્ય વરસાદ થાય છે.જોકે હવેપ્રિ મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.