Abtak Media Google News

Microsoft એ ૨ મે નાં રોજ નવી ઓપરેટીંગ સિસ્ટમ Windows 10 S ને લોન્ચ કરી હતી. જે OS એજ્યુકેશન ફોકસ્ડ છે. આ નવા ઓપરેટીંગમાં માત્ર પહેલાથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. એપ્લીકેશન અથવા વિન્ડોઝ સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવેલ એપ્લીકેશન જ કામ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, Microsoft તરફથી ગૂગલ Chrome OS નાં જવાબનાં રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જોકે એક કલાઉડ બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે અને સ્કૂલોમાં ઘણી પોપ્યુલર છે.

Windows 10 S ને PC માટે ઉનાળા દરમિયાન જ $189 લગભગ ૧૨ હજાર રૂપિયામાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ વિન્ડોઝની બધી જાણકારી ન્યૂયોર્કમાં શિક્ષા પર કેન્દ્રિત એક કાર્યક્રમ દરમિયાન આપી છે. માઈક્રોસોફ્ટનાં એક્સક્લુઝિવ વાઈસ પ્રેસિડેન્ટ ટેરી માયર્સને જણાવ્યું છે કે, ઓપરેટિંગ સિસ્ટમ ઘણી જ સિમ્પલ છે, પરંતુ તેનું પરફોર્મન્સ શાનદાર છે. કંપનીએ S નો મતલબ સોલ (SOUL) જણાવ્યું છે. આ OS ક્લાસરૂમની અંદર અને બહાર બંને જ જગ્યા પર ક્રિએટીવ ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે.

વિન્ડોઝ ૧૦ માં માત્ર પ્રી ઇન્સ્ટોલ એપ્સ અને વિન્ડોઝ સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવેલ એપ્સ જ ચાલશે. માયર્સને જણાવ્યું હતું કે, આવું સેફ્ટી અને સિક્યોરિટી માટે કરવામાં આવ્યુ છે. તેઓએ તે પણ જણાવ્યું છે કે, Office 365 જલ્દી જ વિન્ડોઝ સ્ટોરમાં આવશે. Windows 10 S આવનાર મિક્સ્ડ રિયલિટી હેડસેટ્સ અને બાકી આવનાર ટેકનોલોજી સાથે પણ કામ કરશે.

જો કોઈ આ ઓપરેટિંગ સિસ્ટમમાં એવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની કોશિશ કરશે, જે વિન્ડોઝ સ્ટોરમાં હાજર નથી તો વિન્ડોઝ તેના બદલે તે પ્રકારની એપની ફ્રી જાણકારી ખુદ જ આપશે. જોકે એડમિનિસ્ટ્રેટરને એવું લાગે છે કે બીજી પણ એપનો ઉપયોગ કરવાનો છે, જે વિન્ડોઝ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. એવી સ્થિતિમાં યુઝર Windows 10 Pro માટે અપગ્રેડ કરી શકે છે.

Windows 10 S ને કોઈ પણ લેપટોપમાં ચલાવી શકાય છે, જેમાં રેગ્યુલર વિન્ડોઝ ૧૦ ચાલતું હોય. માઈક્રોસોફ્ટે આ નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે Acer, Asus, Dell, Fujitsu, HP, Samsung અને Toshiba સાથે પાર્ટનરશીપ કરી છે. Windows 10 education PCs ની શરૂઆતી કિંમત $189 હશે. એજ્યુકેશન માટે Office 365 સ્ટૂડન્ટ્સ અને ટીચર્સ માટે ફ્રી રહેશે અને Windows 10 S તે બધી સ્કૂલો માટે ઉપલબ્ધ રહેશે, જ્યાં Windows 10 Pro PCs છે.

Microsoft એ ૨ મે નાં રોજ નવી ઓપરેટીંગ સિસ્ટમ Windows 10 S ને લોન્ચ કરી હતી. જે OS એજ્યુકેશન ફોકસ્ડ છે. આ નવા ઓપરેટીંગમાં માત્ર પહેલાથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. એપ્લીકેશન અથવા વિન્ડોઝ સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવેલ એપ્લીકેશન જ કામ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, Microsoft તરફથી ગૂગલ Chrome OS નાં જવાબનાં રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જોકે એક કલાઉડ બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે અને સ્કૂલોમાં ઘણી પોપ્યુલર છે.

Windows 10 S ને PC માટે ઉનાળા દરમિયાન જ $189 લગભગ ૧૨ હજાર રૂપિયામાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ વિન્ડોઝની બધી જાણકારી ન્યૂયોર્કમાં શિક્ષા પર કેન્દ્રિત એક કાર્યક્રમ દરમિયાન આપી છે. માઈક્રોસોફ્ટનાં એક્સક્લુઝિવ વાઈસ પ્રેસિડેન્ટ ટેરી માયર્સને જણાવ્યું છે કે, ઓપરેટિંગ સિસ્ટમ ઘણી જ સિમ્પલ છે, પરંતુ તેનું પરફોર્મન્સ શાનદાર છે. કંપનીએ S નો મતલબ સોલ (SOUL) જણાવ્યું છે. આ OS ક્લાસરૂમની અંદર અને બહાર બંને જ જગ્યા પર ક્રિએટીવ ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.