Abtak Media Google News

શહેર ભાજપના કાર્યકરોને પણ લોકોની વ્હારે: લલુડી વોકળી વિસ્તારમાં રસોડુ શરૂ કરાયું: ધનસુખ ભંડેરી અને કમલેશ મિરાણીની સતત દેખરેખ

રાજકોટમાં છેલ્લા ૧૭ કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા આજ સવાર સુધીમાં ૫૫ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુ.કમિશનર બંછાનિધી પાની આજે સવારથી ફિલ્ડમાં નિકળી ગયા છે. તો શહેર ભાજપના કાર્યકરો પણ આકાશી આફત વેળાએ લોકોની મદદે આવી ગયા છે.

ભારે વરસાદમાં લલુડી વોકળી વિસ્તારમાં ભાજપ દ્વારા સાર્વજનિક રસોડુ શ‚ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સતત દેખરેખ રાખી રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ પણ સવારથી જયુબીલી સ્થિત કંટ્રોલ ‚મ પર સતત દેખરેખમાં છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ભારે વરસાદના કારણે કુલ ૩૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું કંટ્રોલ‚મ ખાતે નોંધાયું છે. જેમાં બેડીપરામાં ૮ લોકો, પોપટપરામાં ૧૫ લોકો, રૈયાના વોકળા પાસેથી એક વ્યકિત અને માર્કેટીંગ યાર્ડ પાસેથી ૧૦ વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવયું હતું કે, વોર્ડ નં.૧૪માં જંગલેશ્ર્વર વિસ્તારમાં આજી નદીના પટમાં વસવાટ કરતા ૧૭ લોકોનું

આજે સવારે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૯માં નટરાજનગર વિસ્તારમાં આજે સવારે વરસાદના પાણી ઘરોમાં ઘુસી જતા ૪ લોકોનું નટરાજનગરમાં આવેલી રાજીવ આવાસ યોજનામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

શહેર ભાજપના કાર્યકરોને આકાશી આફત સમયે લોકોની વહારે આવી ગયા છે. વોર્ડ નં.૧૪માં લલુડી વોકળીમાં સાર્વજનિક રસોડુ શરૂકરી દેવામાં આવ્યું છે.

શહેર ભાજપ કાર્યાલય મીની કંટ્રોલ ‚મના પરીવર્તીત થઈ ગયો છે અને વરસાદની સ્થિતિમાં શહેરીજનોને કોઈ આફત ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.