Abtak Media Google News

આડેધડ ખોદકામના કારણે પાણીના તલાવડા ભરાય જાય છે: લેખીતમાં રજૂઆત

અબતક

સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

વઢવાણ-સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાની જમીન પર ખોદકામ કરી ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વઢવાણ-સુરેન્દ્રનગર રતનપર બાયપાસ પાસે ગેરકાયદે દબાણ કરી ખોદકામ કર્યાની લેખિત રજૂઆત કલેક્ટર કચેરીએ કરાઇ છે. આશરે રૂ.60 કરોડની ખનીજ ચોરીની રાવ ઉઠતા ચકચાર છે. વઢવાણ-માળોદ-રતનપર વચ્ચે સરકારી અને વિવાદીત જમીનો પર ખોદકામ કરી ખનીજ ચોરી દ્વારા સરકારી તિજોરીને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે રતનપર બાયપાસ પાસે રેસનં.1537 ધનસરા મારગની 81-01 ગુઠા જમીન પર ખોદકામ થયું છે.

આ અંગે ચિરાગ.બી. પદમાણીએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે રતનપર ધનાસરના માર્ગે પર રે સનં.1537માં ઠેરઠેર ખોદકામ થયુ છે. આથી કલેક્ટર અને ડીએસપીને આ બાબતે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.આ અંગે રમેશભાઇ, શાહભાઇ, ચિરાગભાઇ વગેરેએ જણાવ્યું કે આ જમીન પર આશરે રૂ.60 કરોડની ખનીજ ચોરી થઇ છે. આ ખોદકામ લાંબા સમયથી ચાલતું હતું. આથી સરકારી તંત્ર કડક પગલા લે તેવી લાગણી અને માંગણી છે.

20 કરોડની રેતી ચોરી ની ફરિયાદ બાદ 60 કરોડની રેતી ચોરી ની લેખિતમાં રજૂઆત કરી અને ફરિયાદ નોંધાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ ખાણ ખનીજ વિભાગના મોટા માથાઓ બેફામ બન્યા છે ત્યારે ધીરે-ધીરે હવે ફરિયાદો થવા લાગી છે ત્યારે માલિકીના પ્લોટ માંથી પણ રેતી કાઢવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ તમામ વસ્તુઓ અને એની સાથે સંકળાયેલાઓ માં પોલીસ તંત્ર મામલતદાર કલેકટર સાહેબ અને ખાણ ખનીજ વિભાગ સહિતનાઓ સંકળાયેલા હોવાનું હાલમાં જણાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં મોટાપાયે રેતીચોરી થતી હોવાનું હાલમાં ફળીભૂત થઇ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં માફિયાઓ બેફામ બન્યા છે તે પણ પુરવાર થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.