Abtak Media Google News

યાન હાલમાં સૂર્યની સપાટીથી અંદાજે ૭૯ લાખ કિમી દૂર, ૨૦૨૫માં તે સૂર્યથી ૬૧.૧૫ કિમી જેટલું જ દૂર હશે

અબતક, નવી દિલ્હી : નાસાનું યાન સૂર્યના વાયુમંડળમાં પહોંચતા અંતરિક્ષ વિજ્ઞાાન ક્ષેત્રે સૌથી મોટી સફળતા મળી છે. પાર્કર સોલાર પ્રોબે સૂર્યની ઉપરના વાયુમંડળ જેને કોરોના કહેવામાં આવે છે ત્યાંથી સૂર્યના કણોના ચુંબકિય ક્ષેત્રમાંથી ડેટા એકત્ર કર્યા છે. જો કે પાર્કર સોલાર પ્રોબ હજુ સૂર્યની એકદમ નજીક પહોંચ્યું નથી.  અગાઉ યાન કોરોનાની અંદર જઇને તરત જ નિકળી ગયું હતું ત્યારે સૂર્યથી તેનું અંતર ૧.૩૩ કરોડ કિમી દૂર હતું. હાલમાં સૂર્યની સપાટીથી અંદાજે ૭૯ લાખ કિમી દૂર હોવાનું માનવામાં આવે છે. જો કે યાન માટે હવે કપરા ચઢાણ શરુ થયા છે.

આગના ધગધગતા ગોળા નજીક પહોંચવામાં પાર્કર યાનને હજુ ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે. પાર્કર સોલર પ્રોબ આગામી વર્ષ ૨૦૨૫માં સૂર્યથી ૬૧.૧૫ કિમી જેટલું જ દૂર હશે. ત્યાર પછી યાનનું શું થશે એ અંગે કોઇ જ જાણકારી નથી. સૂર્યના વાયુમંડળમાં પહોંચીને યાન કોરોનામાંથી વહેતી ઉર્જા અનેની ગણવા અને સૌર વાતાવરણમાં હવાના પ્રસરણની ગતિ.

સૂર્યના મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકિય ક્ષેત્રની રચના અને ડાયનેમિકસનો અભ્યાસ કરશે. પાર્કર સોલર પ્રોબને ૧૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કેપ કેનવરલથી ડેલ્ટા હેવી રોકેટ દ્વારા લોંચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો સમયગાળો ૭ વર્ષનો નકકી કરવામાં આવ્યો છે જેમા ૩ વર્ષ અને ૪ મહિના જેટલો સમય પસાર થઇ ચુકયો છે. ૫૫૫ કિલોગ્રામ વજન ધરાવતા યાનમાં ૫૦ કિલોગ્રામ પેલોડસ લગાવવામાં આવ્યા છે. આ યાન ૩ મીટર ઉંચુ અને ૨.૩ મીટર પહોળું છે. યાન ૮૮ દિવસમાં સૂર્યનું એક ભ્રમણ પુરું કરે છે.

પાર્કર સોલાર પ્રોબ 2025માં તેની અંતિમ ભ્રમણકક્ષા પૂરી કરશે. આ અંતિમ ભ્રમણ કક્ષા સુધી પાર્કર સોલર પ્રોબ કુલ 25 વખત કોરોના સપાટીની અંદર અને બહારની સ્થિતીનો તાગ મેળવશે. મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલા સૌથી ઝડપી પાર્કર સોલર પ્રોબે પોતાના લોન્ચ પછી ઘણીબઘી નવી શોધ કરી છે.

કોલોરાડોના બોલ્ડરમાં સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સૌર ભૌતિકશાસ્ત્રી ક્રેગ ડીફોરેસ્ટ જણાવે છે કે, “સૂર્યની આટલી નજીક પહોંચવું એક માઈલસ્ટોન છે. પાર્કર સોલર પ્રોબ એ જીવંત વ્યક્તિના નામ પરથી નાસાનું પ્રથમ મિશન છે. પ્રથમ વખત જ્યારે પૃથ્વી પરથી કોઈ અંતરિક્ષ યાન સૂર્યની આટલી નજીક પહોંચ્યું છે તો હવે સૂર્ય વિશે નવી જાણકારી સામે આવી તેની લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.