Abtak Media Google News

સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મેહતા અને કલ્પકભાઈ મણિયારની પ્રેરક ઉપસ્થિતિ

અબતક,રાજકોટ

રાજકોટ શહેર અને જીલ્લા ની છ દાયકા જૂની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ધી રાજકોટ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ ક્ધઝ્યુમર્સ કો . ઓપ . સોસાયટી લી .” અપના બજાર” દ્વારા તાજેતર માં જ સંસ્થાની પરંપરા મુજબ તેમના શેર સભાસદો ને ભેટ વિતરણનો પ્રારંભ કરાવતો ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંસ્થા નાં મધ્યસ્થ ખંડ ખાતે યોજાયેલ હતો . અપના બજાર દ્વારા સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ નું દિપપ્રાગટ્ય રાજકોટ નાં લોકલાડીલા ધારાભ્ય અને ગુજરાત સરકાર નાં પૂર્વમંત્રી  ગોવિંદભાઇ પટેલ જાણીતા રાષ્ટ્રીય સહકારી અગ્રણી  જ્યોતિન્દ્રભાઈ મેહતા અને રાજકોટ નાગરિક સહકારી બેંક નાં પૂર્વચેરમેન  કલ્પકભાઈ મણિઆર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ.

આ અવસરે અપના બજાર ’ સાથે નાં સંસ્મરણો વાગોળતાં ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ પ્રાસંગિક ઉધ્ધબોધન કરતાં જણાવ્યું હતું કે છેલ્લા છ દાયકાઓથી રાજકોટ ની જનતા નું વિશ્વનિય નામ અર્થાત  અપના બજાર છે , અપના બજાર નાં માધ્યમ થી જનતા ને ઉચ્ચ ગુણવતા ની ચીજવસ્તુ ઓ વ્યાજબી ભાવે મળે એ આ સંસ્થા નો મુદ્રાલેખ છે . રાજકોટ નાગરિક સહકારી બેંક નાં પૂર્વચેરમેન કલ્પકભાઈ મણિઆરે જણાવ્યું હતું કે હજુ પણ ” અપના બજાર ” દ્વારા ગ્રાહકલક્ષી સેવામાં ઉતરોતર વધારો કરી રાજકોટની જનતા ને એવો એહસાસ થવો જોઈએ કે મારી બજાર અપના બજારતેમજ અપના બજારે એ રાજકોટ શહેર માટે એમેઝોન બનવું જોઈએ તેવો વિચાર વ્યક્ત કરી વર્તમાન અપના બજાર ની પ્રગતિ અને સભાસદો નો અતૂટ વિશ્વાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા .

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા સભાસદો ને ભેટ અપર્ણ કરી વષે 2020-21 ની સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો . સભાસદ ભેટ વિતરણ તા .16 / 03 / 2022 સુધી દરરોજ સવારે 9:30 થી 12 અને બપોરે 4:30 થી 7 સુધી જે – તે સભાસદ નુ અસલ શેર સટીફીકેટ સાથે રાખી વહેલા તે પહેલા નાં ધોરણે અને જે કલર માં હાજર હશે તે અપના બજાર ની કાર્યાલય ઝરા નિકેતન , બાલાજી મંદિર સામે , ભૂપેન્દ્ર રોડ ખાતે થી આપવામાં આવશે સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો અને સભાસદો નું શબ્દો થી સ્વાગત અપના બજાર નાં ચેરમેન ટ્રી મહેશભાઇ કોટક દ્વારા કરવામાં આવેલ જ્યારે સંસ્થા નો ભૂતકાળ , વર્તમાનકાળ અને ભવિષ્ય નો ચિતાર પૂર્વચેરમેન અને ડિરેક્ટર શ્રી મહેન્દ્રભાઇ શેઠ દ્વારા અપાયેલ અને અંત માં આભારદર્શન વા . ચેરપર્સન  નૈનાબેન મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું .

સમગ્ર કાર્યક્રમ નું સુંદર અને રસાળશૈલી માં સંચાલન ડિરેક્ટર શ્રી જીજ્ઞાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમ ની સુંદર વ્યવસ્યાં વહીવટી અધિકારી  ક્ષિતિજભાઈ ગોરસિયા તથા કર્મચારીગણ દ્વારા કરવામાં આવેલ હતી . આ તકે અપના બજાર નાં બોર્ડ ઓફ ડિરેક્ટસે  મહેન્દ્રભાઇ શેઠ ,  પંકજભાઈ દેસાઇ , અરવિંદભાઇ સોજીત્રા ,  નટુભાઇ ચાવડા ,  ફુલાભાઇ શીંગાળા , જી જયંતભાઈ ધોળકિયા , વિક્રમસિંહ પરમાર ,  ભાગ્યેશભાઈ વોરા શ્રી દીપકભાઈ મકવાણા ,  જીજ્ઞાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.