Abtak Media Google News

તાલુકાના યુવાનો મોતના મુખમાં ધકેલાય તે પહેલા આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી માંગ ઉઠાવી 

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય તેમજ તેમનો પરિવાર હાલ કોરોના સામે જંગ ખેલી રહ્યો છે. તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના મત વિસ્તારના લોકો માટે હોસ્પિટલના બિછાનેથી શહેરી લોકોની ચિંતા કરી શહેરમાં તાત્કાલીક ધોરણે ઓકિસજન સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર તાત્કાલીક ધોરણે ખોલવા આરોગ્યમંત્રી સમક્ષ દ્વારા માંગણી કરાઈ છે.

ધારાસભ્ય લલીત વસોયાએ હોસ્પિટલના બિછાનેથી કોવિડ સેન્ટર ખોલવા માટે માંગણી કરતા જણાવેલ કે હાલ શહેર તાલુકામાં છેલ્લા અકે માસથી કોરોના કેસ વરસાદની જેમ વરસી રહ્યા છે. ત્યારે રાજયની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા કેમ ઉપલેટામાં કોવિડ સેન્ટર ખોલવામાં આવતું નથી તેવો અણિયારો સવાલ ઉઠાવ્યા છે વધુમાં ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલકે ભાયાવદર, ઉપલેટા, કુઢેચ, નાગવદ, પાનેલી સહિત ગામોમાં કોરોના યમરાજાની જેમ પડાવ નાખી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં મારી જાણ પ્રમાણે શહેર તાલુકામાંથી 15 કરતા વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેમાં આહિર સમાજના ત્રણ નવ લોહીયા યુંવાનોના ને કોરોના ભરખી જવા છતા રાજયની સંવેદનશીલ સરકાર હજુ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહી છે. આજે શહેરમાં ઓકિસજન સુવિધા ધરાવતું 100 બેડનું કોવિડ સેન્ટર ખોલવામાં આવે તો જે લોકો મોત સામે ઝઝુમી રહ્યા છે. તેવા લોકોને નવું જીવનદાન મળી શકે તેમ છે.

આજ. પૈસા હોવા છતા જિલ્લામાં એક પણ જગ્યાએ ઓકિસજન બેડ ખાલી નથી ઓકસીઝન બેડ ન હોવાથી લોકો તરફડીને મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે રાજયની સંવેદનશીલ સરકાર અને રાજયનાં આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલને મારી તબીયત નાદુરસ્ત હોવાથી રૂબરૂ મળવા જઈ શકુ તેમ નથી પણ આપને એક પત્ર દ્વારા મારી તાલુકાની જનતાની વંદના પત્ર લખી જણાવી રહ્યો છું કે તાત્કાલીક ધોરણે શહેરમાં 100 બેડ ધરાવતું ઓકિસજન કોવિડ  સેન્ટર ખોલવામાં આવે તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.