Abtak Media Google News

ધારાસભ્યોની પાઠશાળાનો આરંભ

લોકશાહીના મંદિરની પવિત્રતા જાળવવી એ તમામ જનપ્રતિનિધિઓની ફરજ છે: મુખ્યમંત્રી

ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત ધારાસભ્યોને ગૃહની કામગીરી અને પ્રક્રિયાથી વાકેફ કરવા માટે બે દિવસીય કાર્યશાળાનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ધારાસભ્યોને તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ શિબિરમાં ગૃહના પૂર્વ અધ્યક્ષ અને સભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. ગાંધીનગર ખાતે ધારાસભ્યોની બે દિવસની કાર્યશાળાનો આરંભ કરાવતા લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની જમીન સામર્થ્યની ધરતી છે.

Advertisement

એક જનપ્રતિનિધી તરીકે દરેક ધારાસભ્યએ બંધારણ અને ગૃહની કામગીરીનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધારાસભ્યોને શીખ આપતા કહ્યું હતું કે લોકશાહીના મંદિરસમા વિધાનસભા ગૃહની ગરીમા જળવાય રહે તે આપણી સૌની પ્રથમ ફરજ છે. બે દિવસની કાર્યશાળા દરમિયાન ધારાસભ્યોને અલગ-અલગ 8 સેશનમાં અલગ-અલગ વિષયો પર તાલીમ આપવામાં આવશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાના નેતૃત્વમાં ટીમ દ્વારા ધારાસભ્યોને ગૃહની પ્રક્રિયા, રજૂઆત કરવાની પ્રણાલી અને પ્રશ્ર્નો પૂછવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

આઠ વર્ષ બાદ વજુભાઇ વાળાની વિધાનસભા ગૃહમાં હાજરી

ગુજરાત વિધાનસભાના નવ નિયુક્ત ધારાસભ્યોને ટ્રેનિંગ આપવા માટે આજથી બે દિવસ તાલીમ શિબિરનો આરંભ થયો હતો. જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા ધારાસભ્યોને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ વિધાનસભા ગૃહમાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાની હાજરી જોવા મળી હતી. તેઓની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.