Abtak Media Google News
  • વ્યાજંકવાદને નાથવા 56 ગુના નોંધી 114 વ્યાજખોરની કરી ધરપકડ: કમિશનર રાજુ ભાર્ગવ

  • લોન મેળા બાદ પણ લોન ઈચ્છુકો માટે પોલીસ મદદ માટે તત્પર રહેશે

  • 1500  જેટલા લોન ઈચ્છુકોને બેંક  અધિકારી દ્વારા અપાયું માર્ગદર્શન: 120 મહિલાઓનું રૂ.18 લાખના સેન્સર લેટર અપાયા

રાજકોટ સહિત રાજયભરમાં વ્યાજના દુષણને ડામી દેવા 1 માસ સુધી વ્યાજંકાદી સામે પોલીસ દ્વારા  કડક હાથે  કામગીરી  કરવામાં આવી અને પિડીતોને વ્યાજખોરોમાંથી છોડાવ્યાબાદ શહેર પોલીસ દ્વારા આર્થિક જરૂરીયાતમંદો માટે હેડ કવાર્ટર ખાતે કમિશ્નર રાજુભાર્ગવ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 1500 જેટલા લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા  તેઓને લોન સંબંધે માહિતી આપવામાં આવી હતી. તેમજ 120 મહિલાઓને રૂ.18 લાખની લોન મંજૂર કરવામાં આવી છે.

Advertisement

શહેરમાં રહેતા  નાગરીકો આર્થીક તંગીના કારણે ગેરકાયદે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે ે આવી ગેરકાયદે પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને  ભોગબનનાર વ્યકિત  ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે જેમાં મુદલ રકમ કરતા વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે  જેના પરીણામે ભોગબનનાર અને તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે જેમાં  વ્યકિતને નહીં  પુરા કુટુંબને અસર કરે છે આવી ગેરકાયદેની પ્રવૃતિ બંધ કરાવવા  શહેર પોલીસ દ્વારા આવી ગેરકાયદે પ્રવૃતિ આચરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Screenshot 5 28  રાજકોટ શહેરમાં રહેતા જરૂરીયાતમંદ નાગરીકોને વ્યાજખોરોના દુષણમાંથી મુકતિ મળી રહે તેવા શુભ આશયથી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે પ્રજાભિમુખ સંકલન કરી  શહેર પોલીસ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવેલ અને  શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષ સ્થાને બુધવારે શહેર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજીત લોન મેળા અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વ   તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સૌરભ તૌલંબીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર  સુધીરકુમાર દેસાઇ સાહેબ ઝોન-ર તથા નાયબ પોલીસ કમિશ્નર સજનસિંહ પરમાર સાહેબ ઝોન-1 તથા નાયબ પોલીસ કમિશ્નર  (ટ્રાફીક) પુજા યાદવ   તેમજ રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નર ઓ તથા તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેકટર ઓ તથા સરકારી એજન્સીઓ તથા પ્રાઇવેટ બેન્કોના અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા. જે લોન મેળો તા.15ને બુધવારના રોજ કલાક-11/00 વાગ્યા થી  શહેર પોલીસ હેડ કવાર્ટર, વૃંદાવન પાર્ક ખાતે યોજવામાં આવેલ હતો.

શહેર પોલીસ દ્વારા આયોજન કરેલ આ લોન મેળામાં  શહેર ના આશરે 1500 જેટલા જરૂરીયાતમંદ લાભાર્થીઓએ ભાગ  લીધો હતો. લાભાર્થીઓને લોન અંગે માહિતગાર કરવામાં આવેલ અને લોન આપવાઅંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વના માર્ગદર્શન હેઠળ કુવાડવા પોલીસ સ્ટેશનના જુદા-જુદા 12 ગામોના કુલ-120 મહીલા લાભાર્થીઓને જરૂરીયાત મુજબ રાજકોટ ડીસ્ટ્રીકટ રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી હેઠળ નેશનલ રૂરલ લાઇવ લી હુડ મીશન અંતર્ગત રૂ.2 લાખ તથા રૂા.દોઢ લાખ તથા રૂા.1લાખ  ની જુદી-જુદી મહીલા જુથ યોજના અન્વયે કુલ રૂા.18 લાખ જેટલી રકમની લોન અપાવવામાં આવી હતી. મહીલા લાભાર્થીઓ દ્વારા  શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Screenshot 4 20 ત્રણ વર્ષમાં ખોવાયેલા  3816 મોબાઈલ શોધી કાઢયા

શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સને.2020-2021- 2022 એમ ત્રણ વર્ષમાં ખોવાયેલા કુલ-3816 મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ હતા. જેમાંથી કુલ-40 લોકોને આ લોનમેળા ના આયોજન દરમ્યાન  શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વના હસ્તે મોબાઇલ પરત આપવામાં આવેલા હતા.

સરકારી અને ખાનગી બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા

લોન મેળામાં સરકારી એજન્સીઓ અને  પ્રાઇવેટ બેન્કોના  પ્રોજેકટ ઓફીસર આર.એમ.સી,  જીલ્લા ઉધોગ કેન્દ્ર , જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી , એસ.બી.આઇ. બેન્ક ,એકસીસ બેન્ક,યુકો બેન્ક, કોટક મહીન્દ્રા બેન્ક,  પંજાબ નેશનલ બેન્ક ,યુનીયન બેન્ક ઓફ ઇન્ડીયા,  સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા , ઇન્ડીયન બેન્ક,  બેન્ક ઓફ બરોડા,  બેન્ક ઓફ ઇન્ડીયા,  એચ.ડી.એફ.સી. બેન્ક , આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક અને ડીસ્ટ્રીકટ કો.ઓ. બેન્ક ના અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા અને તેઓ દ્વારા હાજર રહેલ લાભાર્થીઓને લોન અંગે માહિતગાર કરવામાં આવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.