Abtak Media Google News

ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી કોમનવેલ્થ ગેઇમ્સમાં આ વખતે જો કોઈની ચર્ચા હોઈ તો એ છે કે ટેબલ ટેનિસ ખેલાડી મણિકા  બટર કે જેમને સિંગલરથી લઈને ડબલ્સમાં ભારતને  ચાર ગોલ્ડ મેડલ અપાવ્યા

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજિત ૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખિલાડીઓએ શાનદાર પરફોર્મન્સ કર્યુ. પરંતુ એક એવી ખિલાડી રહી જેણે કોમનવેલ્થમાં ન તો માત્ર ઇતિહાસ રચવાની સાથે સાથે ભારતને ચાર મેડલ પણ અપાવ્યા. જી હા, અહીંયા વાત કરવામાં આવી રહી છે, ભારતીય ટેબલ ટેનિસ મનિકા બત્રા વિશે.. દિલ્હીની મનિકાએ આ ટૂર્નામેન્ટમાં ભારતને ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ સહિત કુલ ૪ મેડલ અપાવ્યા છે.

મનિકાએ વિમેન્ટ ટીમ અને સિંગલ્સમાં, વીમેન્સ ડબલ્સમાં મોમી દાસ સાથે મળીને સિલ્વર મેડલ તેમજ સાથિયાન સાથે મળીને મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

મનિકાએ રિયો ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ૨૨ વર્ષીય મનિકાએ પહેલીવાર ૧૫ વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા પછી મનિકાએ જણાવ્યું કે આ ગેમ માટે તેણે કોલેજ અને મોડલિંગ છોડી દીધુ હતું. મનિકાએ ૧૨મા ધોરણ પછી દિલ્હી યૂનિવર્સિટીમાં એડમિશન તો લીધું પણ ગેમ પર ફોકસ કરવાને કારણે મહિનામાં એક જ વાર કોલેજ જતી હતી.

અમુક વાર તો તે માત્ર પરીક્ષા આપવા માટે જ કોલેજ જઈ શકતી હતી. જ્યારે તેને લાગ્યું કે તે ફોકસ નથી કરી શકતી તો તેણે રેગ્યુલર કોલેજ છોડીને ઓપન સ્કૂલમાં ભણવાનો નિર્ણય લીધો.

મનિકાએ પોતાના ભાઇઓને જોઇને ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યુ હતુ. ટૂંક સમયમાં જ તે શહેરની સારી ખિલાડી બની ગઇ, જે પછી તેણે રાજ્ય તરફથી રમવાનું શરૂ કર્યુ. પહેલી વખત ૧૫ વર્ષની ઉંમરમાં તેણે ઇન્ટરનેશનલ લેવલ પર ભારતને સિલ્વર મેડલ અપવાવ્યો હતો. ટેબલ ટેનિસ માટેનું તેનું પેશન જોઇને તેણે પોતાની સ્કૂલ બદલી નાખી.

મનિકા બત્રાએ ૨૦૧૪ના કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો જ્યાં તે ક્વાટરફાઇનલમાં પહોંચી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.