Abtak Media Google News
  • મહિલા દિવસ પર મોદી સરકારની મોટી ભેટ
  • એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

ગુજરાત ન્યૂઝ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે  પર આપવામાં આવતી સબસિડી એક વર્ષ માટે લંબાવી છે. પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 31 માર્ચ 2025 સુધી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એલપીજી સિલિન્ડર પર સબસિડી આપવાનો સમયગાળો એક વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય વિશે માહિતી આપતા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, “પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતી 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી યોજના 31 માર્ચ, 2025 સુધી લંબાવવામાં આવી છે.” તેમણે કહ્યું કે, “આ સબસિડી (PM Ujjwala Yojana) આપવાથી સરકાર પર 12000 કરોડ રૂપિયાનો બોજ પડશે અને પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે 12 સિલિન્ડર આપવામાં આવશે.”

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.