Abtak Media Google News

કૈરોમાં હેલીઓપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ કબ્રસ્તાનની મુલાકાત લેશે અને ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 દિવસના યુ.એસ  પ્રવાસ બાદ હવે વડાપ્રધાન મોદી હવે ઈજિપ્ત માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાનની ઇજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની બે દિવસીય રાજ્ય મુલાકાત પણ 1997 પછી ભારતીય વડા પ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. ઈજિપ્તના કૈરો શહેરમાં દાઉદી બોહરા સમાજની સૌથી મોટી અને જૂની અલ-હકીમ મસ્જિદ આવેલી છે. મોદી આ મસ્જિદમાં એટલા માટે જવાના છે કારણ કે છ વર્ષ પહેલાં 2017માં જ આ મસ્જિદને નવી જ બનાવવામાં આવી છે.

Advertisement

વડાપ્રધાન મોદી 25મી જૂન સુધી ઈજિપ્તમાં છે. પહેલીવાર વડાપ્રધાન મોદી અને ઈજિપ્તના વડાપ્રધાન વચ્ચે બેઠક થશે. જાન્યુઆરી 2023માં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની ભારતની સફળ મુલાકાત બાદ, બંને દેશો સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવા સંમત થયા હતા. તેમના પરત ફર્યા પછી, ઇજિપ્તના રાષ્ટ્રપતિએ તેમની કેબિનેટમાં વરિષ્ઠ પ્રધાનોનો સમાવેશ કરીને એક વિશેષ ભારતીય એકમની રચના કરી અને તેમને ભારત સાથેના સંબંધો સુધારવા માટે કહ્યું હતું.

વડા પ્રધાન રાષ્ટ્રપતિ સિસી ઉપરાંત ઇજિપ્ત સરકારના વરિષ્ઠ મહાનુભાવો અને કેટલીક અગ્રણી હસ્તીઓ અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ભારત અને ઇજિપ્ત વચ્ચેના સંબંધો પ્રાચીન વેપાર અને આર્થિક કડીઓ તેમજ સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના ઊંડા સંબંધો પર આધારિત છે. જાન્યુઆરી 2023 માં રાષ્ટ્રપતિ સિસીની રાજ્ય મુલાકાત દરમિયાન સંબંધોને ‘વ્યૂહાત્મક ભાગીદારી’ સુધી વધારવા માટે સંમત થયા હતા. કૃષિ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, માહિતી ટેકનોલોજી, વેપાર અને સંસ્કૃતિ પર ચાર-પાંચ કરારો થયા છે, જે આપણા સંબંધોનું ખૂબ મહત્વનું પાસું છે. અમે વ્યૂહાત્મક ભાગીદારી કરાર તૈયાર કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ અને મુલાકાત દરમિયાન તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.