Abtak Media Google News
  • ભાજપના કાર્યકરોને વધુ મતદાન થાય તે માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવા પ્રદેશ અઘ્યક્ષની હાંકલ

વિવિઘ રાજકીય પાર્ટી અને સામાજીક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે આજરોજ સુરત ખાતે કોંગ્રેસના સુરત શહેરના ઉપાધ્યક્ષ બબલુસિંહ રાજપૂત તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અનો ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ષ 2014મા  વડાપ્રધાન બન્યા ત્યારે જ નિશ્ચિત થઇ ગયુ હતું કે અયોધ્યામા રામ મંદિર બનશે. મોદી  અને દેશના ગૃહમંત્રી  અમિતભાઇ શાહએે કલમ 370ને એક ઝટકે દુર કરી. ભગવાન શ્રી રામ અયોધ્યાના રાજા હતા એટલે મોદી સાહેબે રાજા અને ભગવાન માટે મહેલ જેવુ મંદિર બનાવી બંનેનો સમન્વય કર્યો. મોદીએ 1980 થી સંકલ્પ પત્રમા જેટલા પણ વચનો આપ્યા હતા  તે તમામ વચનો પુર્ણ કર્યા છે.

પાટીલે વધુમા જણાવ્યું કે, મોદી વડાપ્રધાન બન્યા પહેલા દેશમા આંતકવાદી હુમલા થતા પરંતુ વડાપ્રધાન બન્યા પછી આંતકવાદીઓને ઘરમા ઘુસીને આપણી સેના આંતકીઓને ઢાર કરી દે છે.મોદી સાહેબ આપણા ભારતને વિકસીત ભારત બનાવવા માંગે છે. પહેલા ટ્રેનમા મુસાફરોને જવામા ઘણી તકલીફ થતી પરંતુ આજે સુવિઘાથી સજ્જ ટ્રેન મળે છે. મોદી સાહેબે ભારતની સ્વદેશી યુદ્ધ ટેન્કો સહિત હથિયાર ક્ષેત્રે આત્મનિર્ભર કરવાનુ કામ કર્યુ છે. લોકસભા ચૂંટણીમા આપ સૌ જંગી મતદાન  ભાજપ તરફ કરજો. આ વખતે 543 બેઠકો પર ફકત મોદી સાહેબ લડી રહ્યા છે.  મતદાન દિવસે વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયત્ન કરજો.

આ કાર્યક્રમમા શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યઓ  સંગીતાબેન પાટીલ, સંદીપભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, છોટુભાઈ પાટીલ તેમજ પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.