Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ, વિરાસત અને લોકતાંત્રીક પરંપરાને વિશ્વ માં ગૌરવ અપાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિને આભને અંબાવી અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લીબર્ટીથી પણ ઉંચી અખંડ ભારતના રચયતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડીયા સંકુલનાવેશ્વિક સ્તરના વિકાસ બાદ નરેન્દ્ર મોદી સરકારે હવે સત્ય, અહીંસાના મશિહા અને દુનિયાને સાચી લોકશાહીનો પથ બતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારકને વિશ્વ  વિખ્યાત અમેરિકાના ગાંધી માર્ટીન લ્યુથર કિંગ અને દ.આફ્રિકાના નેલશન મંડેલાના સ્મારકો પણ વધુ વિરાટ ગાંધી સ્મારક બનાવવા સરકારે કવાયત હાથ ધરી છે.

મોદી મેઝિકના પ્રભાવ હેઠળ દેશમાં અનેક નવા કિર્તીમાન સર્જાય છે. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી નરેન્દ્ર મોદી સરકારે પોતાના હરિફો અને ખાસ કરીને કોંગ્રેસ માટે કાયમી પ્રશ્ર્ન એ સર્જી દીધો હતો કે, આઝાદીના સાત દાયકા વિત્યા છતાં સરદાર વલ્લભભાઈ પટેલને જે સન્માન મળવું જોઈએ તે મળ્યું ન હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની ગરીમાનેવિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું હતું.

હવે અત્યાર સુધી પૂ.મહાત્મા ગાંધીના નામે ચાલેલા દેશના રાજકારણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સ્મારકનેવિશ્વ સ્તરે ઉજાગર કરવાનું કામ હાથમાં લીધુ છે.

વર્તમાન ભાજપ સરકારના મુળ સંઘ વિચારધારા સાથે જોડાયેલા છે ત્યારે સંઘ ઉપર મહદઅંશે ગાંધી વિરોધી વિચારધારાનો આક્ષેપ થાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સન્માન વિશ્વ સ્તરે ઉજાગર થાય તે માટે અમદાવાદમાં મહાત્મા ગાંધી સ્મૃતિ કેન્દ્રને 1200 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરીને વોશિંગ્ટન ડીસીના માર્ટીન લ્યુથર કિંગ અને દ.આફ્રિકાના નેલશન મંડેલા સ્મૃતિ કેન્દ્રો કરતા પણ મહાત્મા ગાંધી સ્મૃતિ કેન્દ્ર સાબરમતી આશ્રમના ગાંધી સ્મારકને વધુ વિસ્તૃત કરવામાં આવશે.

ભારતીય લોકતંત્રના 75માં વર્ષની ઉજવણીના ખાસ ભાગરૂપે 5 એકરનું ગાંધી સ્મારક 53 એકરમાં ફેલાશે અને 177 ભવનોમાંથી અત્યારે જે 65 ભવનો ઉભા છે તે સહિતની તમામ બિલ્ડીંગોમાં બાપુનું નિવાસ સ્થાન હૃદયકુંજ સહિતના તમામ સ્મારક ગાંધી સ્મૃતિ કેન્દ્રમાં આવરી લેવામાં આવશે. 1960માં સામાજીક સુધારકવાદી ગાંધી વિચારસરણીને વરેલા પરીક્ષીત લાલ મજમુદારના નિધન બાદ ગાંધી આશ્રમ ટ્રસ્ટમાં અન્ય ટ્રસ્ટોનું વિલીનીકરણ કરીને ગાંધી સ્મારકનું વિસ્તૃતિકરણ કર્યું હતું.

ગુજરાત સરકારે સૌપ્રથમવાર ગાંધી સ્મૃતિ કેન્દ્રના ગૌશાળા, ખાદી ઉદ્યોગ, આશ્રમ, ક્ધયા વિદ્યા મંદિર અને આશ્રમના પરિસરને ટાઉન પ્લાનીંગ સ્કીમમાં આવરી લીધુ હતું. સરકાર દ્વારા 1200 કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિ કેન્દ્રને વિસ્તૃત કરવામાં આવશે. વિકાસના નકસામાં 47 એકરનું સંકુલ 100 એકરમાં ફેલાઈ જશે.

1960માં સ્થપાયેલા સાબરમતી આશ્રમ ટ્રસ્ટને વધુ કાર્યક્ષમ બનાવાશે. 2019માં ગુજરાત સરકારે આશ્રમના વિસ્તૃતિકરણની યોજના અમલમાં મુકી હતી. 2003-04માં આર્કિટેક ચાન્સ કોરીયાએ ગાંધીજીના સ્મારકનો પ્લાન તૈયાર કર્યો હતો.

કેટલીક વિસંગતતાના કારણે કામ શરૂ થયું ન હતું અને હવે ગાંધી સ્મારકને વિશ્વ નું સૌથી મોટુ સ્મારક બનાવવાનું કામ શરૂ થઈ જશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગાંધી મેમોરીયલનું વિસ્તરણ: કોંગ્રેસથી 60 વર્ષમાં ન થયું તે વડાપ્રધાને કરી બતાવ્યું

ભારતના લોકતાંત્રીક ઈતિહાસમાં સૌથી વધુ શાસન કરનાર કોંગ્રેસ માટે નરેન્દ્ર મોદીના કેટલાંક કામો કાયમી ધોરણે પડકારરૂપ બની રહ્યાં છે તેમાં લોખંડી પુરૂષ સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ લીબર્ટીથી પણ મોટુ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની રચના કરીને સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સ્તરે સન્માનીત કરવાનું કામ વડાપ્રધાનના નામે અંકિત થયું છે. હવે ગાંધીના નામે રાજકારણ ખેલતા તમામ પક્ષો માટે ભાજપ સરકારનું ગાંધી સ્મારકનું વિસ્તરણ એક વિશિષ્ટ કાર્ય તરીકે યાદગાર બની રહેશે. ભાજપ સંઘ અને આરએસએસ પર ગાંધી વિરોધી વિચારધારાનું આળ લગાડવામાં આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની 75મી વર્ષની ઉજવણીમાં ગાંધી સ્મારકને નેલશન મંડેલા અને માર્ટીન લ્યુથર કિંગના સ્મારકો કરતા પણ વધુ વિરાટ રૂપ આપીને ગાંધી વિચારધારાનેવિશ્વ સ્તર પર ઉજાગર કરવા માટેના કરેલા કામથી કોંગ્રેસે 60 વર્ષમાં નથી કર્યું તે વડાપ્રધાન 6 વર્ષમાં કરી બતાવ્યુ હોવાનું ચિત્ર ઉભુ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.