Abtak Media Google News

આઠેક માસ પહેલાં કેબલ મગાવી પેમેન્ટ ન ચુકવી ઠગાઇ કર્યાનો નોંધાતો ગુનો

શહેરના દિવાનપરા વિસ્તારના વેપારી પાસેથી મુંબઇના દંપત્તીએ રૂા.56.71 લાખની કિંમતનો કેબલ મગાવી પેમેન્ટ ન ચુકવી ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તપાસ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિવાનપરામાં રહેતા અને ભાવનગર રોડ પર કચ્છી પટેલ ઉદ્યોગનગરમાં ઇન્ડિયા ગ્લાસ સ્ક્રેપ ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા યાસીનભાઇ મહંમદભાઇ ગાંજા નામના વેપારીએ મુંબઇના લોખંડવાલા કોમ્પ્લેક્ષમાં રહેતા અશોક આત્મારામા ભણસાણી અને તેના પત્ની શિતલબેન ભણસાળી સામે રૂા.56.71 લાખની છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી છે. યાસીનભાઇ ઘાચી પાસેથી મુંબઇના દંપત્તીએ કેબલ ખરીદી અંગેનો કરાર કરી રૂા.56.71 લાખની કિંમતનો કેબલ મુંબઇ આઠેક માસ પહેલા મોકલ્યો હતો પરંતુ તેનું પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ.એસ.વી. સાખરા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.