Abtak Media Google News

ભારત-ચીન વચ્ચે ડોકલામ સરહદે સૈનીકોની ચહલ પહલ વધવા મુદે સર્જાયેલી મળાગાંઠ ઉકેલવા આગામી ૨૭-૨૮ એપ્રિલે વડાપ્રધાન મોદી ચીનનાં રાષ્ટ્રપતિ સાથે મહત્વ પૂર્ણ બેઠક યોજનાર છે. આ બેઠકમાં પાકિસ્તાનનાં આંતકવાદના મુદા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુદે પણ ચર્ચા થાય તેવી શકયતાઓ છે.

વડાપ્રધાન મોદી આગામી તા.૨૭ અને ૨૮ના રોજ ચીનના વુહલન ખાતે મળનાર અનઔપચારીક બેઠકમાં ચીનનાં રાષ્ટ્રપતિ ઝી. જીનપીંગ સાથે અનેક વીધ બાબતો અંગે વિચાર વિમર્શ કરશે ખાસ કરીને આ બેઠકમાં ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ ડોકલામ સરહદનો મુદો છવાશે, વધુમાં આ અગાઉ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને બિનના ચીફ એકઝયુકેટીવ વોંગથી વચ્ચે સફળ મુલાકાત બાદ ભારત-ચીન વચ્ચે વડાપ્રધાનની મુલાકાત બાદ નવા દ્વિ-પક્ષીય સંબંધો વિકસી શકે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વચ્ચેથી આ ખાસ મંત્રણામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મીકેનીઝમ અંગે પણ મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે. અને આગામી જૂન માસમાં બંને દેશો વચ્ચે પુન: એસીસી એટલે કે સંધાઈ -કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમીટ માટેનો પ્રવાસ પણ નકકી હોવાનું જાણવા મળ્યું છે.

આમ, આગામી ૨૭-૨૮ એપ્રીલે વડાપ્રધાન મોટી અને ચીનનાં રાષ્ટ્રપતિ જીનપીંગ વચ્ચે મુલાકાત બાદ બંને દેશો વચ્ચે નવો અધ્યાય શ‚ થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.