Abtak Media Google News

રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે બાંગ્લાદેશે ભારત પાસે મદદની વિનંતી કરી છે.

શુક્રવારે બે દિવસની ભારતની મુલાકાતે આવેલા વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે અમે માનવતાના આધારે રોહિંગ્યાઓને શરણું આપ્યું. હવે ઇચ્છીએ છીએ કે તેઓ જલ્દી પોતાને દેશ પાછા ફરે. વડાપ્રધાન મોદી આ માટે મ્યાનમાર સાથેની વાતચીતમાં અમારી મદદ કરે.

Advertisement

આ પહેલા તેઓ નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે આ પહેલો પ્રસંગ છે જ્યારે બે વડાપ્રધાન એકસાથે આવા સમારોહમાં સામેલ થઇ રહ્યા છે. ત્યારબાદ બંને નેતાઓએ શાંતિ નિકેતનમાં બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કર્યું.

નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતમાં વૈદિક ઋષિઓની પરંપરા રહી છે. ગુરૂદેવના વિચાર જ વિશ્વભારતીની આધારશિલા છે. આખું વિશ્વ એક માળો છે. ગુરૂદેવ ઇચ્છતા હતા કે આ જગ્યા એક માળો બને, જેને દુનિયા પોતાનું ઘર બનાવે. આ જ ભારતભૂમિની વિશેષતા છે. આ માટે ગુરૂદેવે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. 21મી સદીના પડકારો માટે તેમના વિચારો પ્રાસંગિક છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.