Abtak Media Google News

જીવનનગર વિકાસ સમિતિ આયોજીત શિવ કથાનો લાભ લેતા ડે.મેયર

જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરીક મંડળ , રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા મંડળના ઉપક્રમે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં શિવ કથા સાંભળવાથી પૃથ્વી ઉપરના પ્રત્યેક જીવનું કલ્યાણ થાય છે. તેની વિશદ માહિતી આપવામા આવી હતી.

Advertisement

આ પ્રસંગે ડે. મેયર દર્શિતાબેન શાહ તથા પૂર્વ નગરસેવક નીતાબેન વઘાસીયાએ શિવ કથામાં આરતીમાં ભાગ લઈ જણાવ્યું કે જીવનનગર વિકાસ સમિતિએ વાસ્તવમાં લોકહૃદયમાં સ્થાન મેળવ્યું છે.

પ.પૂ. કાલીચરણ બાપુએ શિવ કથાનું રસપાન આગવી શૈલીમાં કરતા જણાવ્યું કે શિવ કથા સાંભળવાથી કોને કોને શું લાભ થાય છે. પ્રત્યેક જીવનો મોક્ષ શિવ કથામાં આપ્યો છે.શિવ કથા જીવનમાં અપનાવવાથી પોતાના પરિવારનું સર્વાંગી કલ્યાણ થાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના વિજયભાઈ જોબનપુત્રા, નવીનભાઈ પુરોહિતના નેતૃત્વમાં ગોવિંદભાઈ ગોહેલ, જેન્તીભાઈ જાની, પાર્થ ગોહેલ શૈલેષભાઈ પુજારા, વી.સી. વ્યાસ, વિનુભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ મહેતા નયનેશ ભટ્ટ, આકાશ પંડયા, અંકલેશ ગોહિલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.