Abtak Media Google News

જાપાનમાં યોજાયેલી જી-ર૦ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને સાઉદી પ્રિન્સ સલમાન વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં લેવાયો નિર્ણય

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી અને સાઉદી અરબના પાટવીકુંવર મો.બિન સલમાન જાપાનના ઓશાકા ખાતે મળ્યા ત્યારે બન્ને નેતાઓ વચ્ચે ભારતના હજ કવોટા અંગે ચર્ચા થઇ હતી. જે બાદ સાઉદી સરકારે ભારતને ફાળવાયેલા ૧.૭૦ લાખના હજ કોટામાં ૩૦,૦૦૦ નો વધારો કરવાની ખાત્રી આપી છે. જેથી બે લાખ ભારતીયો પવિત્ર હજયાત્રાએ જઇ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ઓશાકા ખાતે સાઉદીના પાટવી કુંવર મો. બિન સલમાન સાથે કરેલી ચર્ચા દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન મોદી જાપાન ખાતે યોજાથથયેલ જી.ર૦ શિખર સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. આ બેઠકમાં વૈશ્ર્વિક વેપારમાં પરસ્પરના સહકાર રોકાણ, ઉર્જા સરક્ષણ, આતંદવાદ સામેની કાર્યવાહીમાં પરસ્પરની વ્યહાત્મક ભાગીદારી અંગે જી-ર૦ ના વિવિધ દેશો વચ્ચે મહત્વની ચર્ચા ચાલી રહી છે. સાઉદીના પાટવી કુંવર મો.બીન સલમાન સાથે બેઠક બાદ વિદેશ ગોખલેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સાઉદીના પાટવી કુંવરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હજ કોર્ટા ૧.૭૦ લાખ થી વધારી વાર્ષિક ર લાખ કરવાનું વચન આપ્યું છે. વિશ્વના સૌથી મોટી લોકશાહી દેશ ધરાવતા ભારતમાં વસી રહેલા મુસ્લિમો જીવનમાં એકવારની ફરજ ગણાતી પવિત્ર હજયાત્રા સરળતાથી કરી શકે તે માટે વર્તમાન ૧.૭૦ લાખ ના વાર્ષિક હજ કોટોમાં વધારો કરવા ની આવશ્યકતાનો પ્રશ્ર્ન ઘણાં લાંબા સમયથી ચર્ચામાં હતો.

હજનો કોટા મર્યાદિત હોવાથી દર વર્ષે અનેક લોકો ઇચ્છતા હોવા છતાં હજ યાત્રાએ જઇ શકતા ન હતા. આ મહત્વના પ્રશ્ર્નનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસાથેથી સુખ ઉકેલ આવ્યો છે. અને સાઉદી અરબ સરકારે હજના કોટામાં ૩૦ હજારનો વધારો કરીને ભારતીયો માટે હવે હજકોટા ૧.૭૦ લાખ માંથી વધારેને ર લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે ર લાખ ભારતીયો દર વર્ષે હજયાત્રાએ જાય તે માટે ટુંક સમયમાં જ દરવાજા ખુલશે તેમ ગોખલેએ જણાવ્યું હતું. બન્ને નેતાઓએ આ વિશાળ અને સમૃઘ્ધ પ્રવાસ માટે વધુ હવાઇ સેવાની જરુરીયાત મુદ્દે ફરીથી મળવાનું પરસ્પરને વચત આપ્યું હતું. સાઉદીના પાટવીકુંવર મો.બીન સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે પોતાના દેશમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય પરિષદનું અતિથિ વિશેષ તરીકે આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને વડાપ્રધાને તે સ્વીકાર્યુ હોવાનું વિદેશ સચિવે જણાવ્યું હતું.

ભારત સરકારે ગયા વર્ષે મુસ્લિમ મહિલાઓને મહેરમ પરિવારના પુરુષ વગર હજ કરવાની પરવાનગી આપી હતી જેમાં ૧૩૦૦ મહિલાઓએ પરિવારના પુરુષ વગર હજ કરી હતી અને તેમના નામ લોટરી પ્રથાથી પસંદ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે સાઉદી અરબ સરકારે ભારતના હજકોટામાં પ૦૦૦ નો વધારો કર્યો હતો. જયારે ૨૦૧૭માં ૩પ હજાર નો વધારો થયો.ટ ગયા વર્ષે સુપ્રિમ કોર્ટના આદેશના પગલે સરકારે હજ સબસીડી બંધ કરી હતી. હજ સબસીડીની આ રકમ મુસ્લિમ સમાજના બાળકોના શિક્ષણ અને મહિલા કલ્યાણ માટે વાપરવાના નિર્ણયને દેશના મુસ્લિમ સમાજે કોઇપણ પ્રકારનો વિરોધ વગર આવકાર્યો હતો.

સરકાર દ્વારા ફાળવવામાં આવતી હજ કોટાની આ કરોડો રૂપિયાની સબસીડી ની સરકારી રકમ મુળભૂત રીતે ગરીબ અને જરુરીયાત મંદ યાત્રાળુઓને કામ આવવા ના બદલે હજની વ્યવસ્થાના નામે હાજીઓ સાથે મોકલાવામાં આવતા સરકારી પ્રતિનિધિઓના પ્રવાસ ખર્ચ અને વિમાની કંપનીઓ દ્વારા ઓવર ટેનરીંગ કરીને આ નાણાનો કેટલાંક ભ્રષ્ટાચારી તત્વો દ્વારા દુપયોગ  કરવામાં આવવાની ખુદ મુસ્લિમ સમુદાય દ્વારા ફરીયાદો ઉઠી હતી. સબસીડીની આ રકમ રદ કરીને સરકાર આ રકમનો ઉપયોગ મુસ્લિમ સમાજના મહીલા અને બાળ કલ્યાણ માટે વાપરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરબના પાટવી કુંવર મો.બીન સલમાનના દોસ્તાના તાલુકાતનો ફાયદો સૌથી વધુ ભારતના હાજીઓને થયો છે. અને વર્ષે ર લાખ ભારતીયો પવિત્ર હજયાત્રા કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.