Abtak Media Google News

અન્નદાતા તરીકે જાણીતા ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દેશના અન્નદાતાની અવાક બમણી થઈ જશે. પ્રધાન મંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતની અવાક વધારવા માટે ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના ન્યૂનતમ સપોર્ટ કિમત (Minimum Support Price)માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે વિવિધ ખરીફ પાકોના MSPમાં 50 થી 62 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વધુ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની જાણકારી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે.

આ માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે ખરીફ પાક પર MSPમાં 50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર છેલ્લા સાત વર્ષથી ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈ રહી છે, અને તેમની સમસ્યાઓના નિરાકરણ અંગે ચર્ચા કરવા માટે દરેક સમયે તૈયાર છે.’

Farmer 2તોમારે આગળ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ડાંગરનો લઘુતમ ટેકાના ભાવ ગત વર્ષ કરતા 72 રૂપિયા વધીને 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે આ રકમ પ્રતિ ક્વિન્ટલ 1868 રૂપિયા હતી. નોંધનીય છે કે એમએસપી એ દર છે કે જેના પર સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે.’

મંત્રીમંડળના નિર્ણય મુજબ 2021-22 સીઝન માટે ખરીફ પાક માટે MSPને મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષેની તુલનમાં MSPમાં સૌથી વધુ ભાવ વધારાની ભલામણ કરવામાં આવી છે. તેમાં તલ માટે ક્વિન્ટલ દીઠ રૂ. 452 અને આ ઉપરાંત તુવેર અને ઉડદ માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાની ભલામણ કરવામાં આવી છે.

Farmer 3

આ પ્રોજેકટને પણ મળી મંજૂરી

રેલવેનું આધુનિકરણ: વધુ ઝડપીની સાથે મુસાફરી બનશે વધુ સલામત, મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

કેબિનેટે રેલવેની વાતચીત અને સિગ્નલ પ્રણાલીને અપગ્રેડ કરવા માટે 5 મેગાહર્ટઝના 4 G સ્પેક્ટ્રમને મંજૂરી આપી છે. આ માટે આગામી પાંચ વર્ષમાં 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે રામાંગુંડમ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડમાં સુધારા સાથે નવી રોકાણ નીતિ (NIP)-2012ના વિસ્તરણને મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.