Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજ્યમાં કાચું સોનુ વરસતા ૨૪ કલાકમાં જ વર્ષનો વરતારો બદલાઈ ગયો છે. દુષ્કાળના ભણકારા વચ્ચે એક જ દિવસમાં પરિસ્થિતી બદલાઈ ગઈ છે. એક તરફ ખેડૂતોની સુકાતી મોલાત અને બીજી તરફ પીવાના પાણીની અછતની બુમરાળ દરમિયાન વરુણદેવે ચમત્કાર કરતા ઠેર ઠેર ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

રાજ્યમાં શરૂઆતમાં વરસાદનો એક રાઉન્ડ સારો રહ્યા બાદ જાણે વરુણદેવ રિસાયા હોય તેમ વરસાદ ગાયબ જ ઈ ગયો હતો. ભરચોમાસે ઉનાળા જેવી ગરમી પણ પડવા લાગી હતી. પણ રહી રહીને રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ યો છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય તા વરસાદ ધમધમાટી બોલાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે માઝા મુકી છે. રાજ્યમાં આ વર્ષે વરસાદની ઘટ જોવા મળી છે. જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે.  સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સારો વરસાદ તા ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેતરમાં ઊભા પાકને નવુ જિવન મળ્યું છે. ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૧૬ ઇંચ જેટલો, વાપીમાં આઠ ઈંચ, માંગરોળમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૨.૯૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૬.૧૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨.૪૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૦.૬૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૫.૪૭ ટકા જેટલો સરેરાશ વરસાદ યો છે.

વરસાદ નિયત સમયમાં પડે તો સારૂ, પાછોતરો વરસાદ નુકસાની સર્જશે

વરસાદ નિયત સમયમાં પડે તો ખેડૂતો માટે સારું છે. નહિતર જો પાછોતરો વરસાદ પડશે તો નુકસાની સર્જાશે. ભાદરવા સુધી વરસાદી વાતાવરણ ઠીક છે. પણ આસોમાં પણ જો વરસાદી વાતાવરણ રહેશે તો ખેડૂતોને નુકસાન વાની પ્રબળ શકયતા રહેશે. ઉલ્લેખનીય છે કે વરસાદનો જે બીજો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. તે જાણે ખેડૂતોના પાક બચાવવા માટે જ શરૂ યો હોય તેવુ લાગી રહ્યું છે. કારણકે વરસાદ ધીમી ગતિએ લાંબો સમય સુધી વર્ષી રહ્યો છે. જેને કારણે ખેડૂતોના પાકને ભરપૂર ફાયદો ઈ રહ્યો છે અને પાણી પણ જમીનની નીચે બરાબર ઉતરી રહ્યું છે.

 

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બેસતા વરુણદેવની કૃપા થઈ

જન્માષ્ટમી રાજ્યમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ છે.  પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન દેડકો છે. ૩૦ ઓગસ્ટથી  ૧૨ સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલવાનું છે. કહેવાય છે કે દેડકાને પાણી વધારે ગમતું હોય છે. માટે આ નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવનાઓ વધારે હોય છે. ફાલ્ગુની નક્ષત્રમાં પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુનીનો સમાવેશ ાય છે. દર વર્ષની સરખામણીમાં ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ પડતો હોય છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને પૂરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં દેડકાનું વાહન વરસાદના સંજોગો ઉભા કરે તેવું જણાઈ રહ્યું છે. મેઘગર્જના સો નદી-નાળા છલકાઈ જાય તેવો વરસાદ પડે તેવી શક્યતાઓ આ વર્ષે જણાઈ રહી છે.

આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ફરી એકવાર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય ઈ છે. જેના કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આગામી ૪૮ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેી અતિભારે વરસાદ વરસી શકે છે. ૪૮ કલાક બાદ આ સિસ્ટમ નબળી પડશે. હવામાન વિભાગે ગુરુવારે રાજ્યના દ્વારકા, પોરબંદર, દાદરા નગર હવેલી, દમણ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ, દિવ, ગીર સોમના, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, નવસારી, સુરત, ભરૂચ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સો વરસાદની આગાહી છે.તો શુક્રવારે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વહેલી સવારી જ વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં સામાન્યી મધ્યમ વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.