Abtak Media Google News

૨૦૩૦ સુધીમાં ભારત ૪૦ ટકા વિજળી સૂર્ય અને પવન મારફતે મેળવશે

ક્રુડ, કાચા તેલનાં ભાવ સતત વધી રહ્યા છે. તો ડોલર સામે ‚પીયાની પરિસ્થિતિ નબળી પડતા માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ક્રુડ ઉપરનું ભારણ ઘટાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે સોલાર ઉર્જાને પ્રાથમિકતા આપીશું સામાન્ય ઈંધણોને કારણે પ્રદુષણ પણ વધે છે.

ભવિષ્યમાં ઓપેકનું સ્થાન આઈએસએ લઈ શકે છે. જે ભૂમીકા વર્તમાન સમયના તેલના કુવાઓ ઉપર આધારીત છે તે સૂર્યની કિરણોથી પણ શકય બનશે. વધુમાં વડાપ્રધાને કહ્યું હતુ કે ૨૦૩૦ સુધીમાં ભારત ૪૦ ટકા વિજળી સૂર્ય અને પવન મારફતે મેળવશે.

મનુષ્ય ૨૦૦ વર્ષથી એનર્જી જેવા રિસોર્સ માટે પૃથ્વી ઉપર આધારીત રહ્યો છે. પરંતુ સોલાર અને વિન્ડક એનર્જી જેવા સંશાધનો તેની પાસે રહેલી ઉર્જા શકિત છે.

ભારતની ઉર્જાની જરુરીયાતોમાં હાઈડ્રો રિન્યુએબલ ૨૦ ટકા સુધીનું યોગદાન આપી શકે છે. તેથી ભારતમાં સોલાર મેન્યુફેકચરીંગ બિઝનસને પણ વેગ મળશે. સોલાર ઉદ્યોગમાં રોકાણની પણ શ્રેષ્ઠ તકો રહેલી છે. ૨૮ લાખ સોલાર પંપ વર્ષો ૧૦ જીડબલ્યું જેટલી ઉર્જા બચાવી શકે છે.૧૨૧ દેશોની આંતરરાષ્ટ્રીય સોલાર એલિયાન્સમાં વડાપ્રધાન મોદીએ લોકોને સોલાર એનર્જીની ક્ષમતા વિશેની વાત કરી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે રિન્યુએબર એનર્જી આવતીકાલનું આધાર છે. ક્રુડ ઉપર આધારીત ન રહેતા જો સોલાર એનર્જી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ખરા અર્થમં વિકાસ થઈ શકશે ઓપેક સાઉદી અરેબીયાની કંપની છે જે અડધો અડધ વિશ્વની કાચા તેલની જરૂરતોને પુરી કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિ બેરલના ભાવમાં વધારો થયો છે.ત્યારે તેલને બદલે સૂર્યની કિરણો ભારતને વધુ સક્ષમ બનાવવાની તક સમાન સાબીત થશે. માટે સોલાર એનર્જીના ઉદ્યોગ માટેના રોકાણ માટેની આ શ્રેષ્ઠ તક્ક છે.

૩૧ કરોડ એલઈડી બલ્બ ૪૦ હજાર મીલીયન ઈલેકટ્રીસીટી અને વાર્ષિક રૂ.૧૬ હજાર કરોડ બચાવે છે. આઈએસએ મેમ્બરશીપને વધારવાના પ્રસ્તાવ મુદે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતુ કે એલીયાન્સના એગ્રીમેન્ટ માટે ૭૦ દેશોએ સાથ આપ્યો છે.

ત્યારે આઈએસએનો ગ્લોબલ સોલાર એજન્ડા ખરાઅર્થમાં ઉપયોગી બનશે આ તકે ઈન્ડિયન એશિયનરીમ એસોસીએશનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ જેનો લક્ષ્યાંક ક્ષેત્રીય અને ટકાઉ વિકાસનો છે. જેની પ્રથમ સભાનું આયોજન જાન્યુઆરી ૨૦૧૪ની અબુધાબીમાં કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.