Abtak Media Google News

પીએમ 9 ફેબ્રુ.થી પેલેસ્ટાઈન, ઓમાન અને UAE જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને 3 દિવસના વિદેશી પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ 9 ફેબ્રુઆરીએ રવાના થશે. આ દરમિયાન તેઓ પેલેસ્ટાઈન, ઓમાન અને UAE જશે. પેલેસ્ટાઈનની મુલાકાત એટલાં માટે મહત્વની છે કે કેમકે હાલમાં જ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂપાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યાં હતા. ઇઝરાયેલ અને પેલસ્ટાઈન વચ્ચે સારા સંબંધ નથી. ત્યારે ઇઝરાયેલની સાથે પેલેસ્ટાઈન સાથે પણ સારા સંબંધ બની રહે તેવા પ્રયાસો પીએમ મોદી કરશે. જો કે ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે પહેલેથી જ સારા સંબંધો છે અને યુએનમાં એક અલગ દેશ તરીકે ભારત હંમેશા પેલેસ્ટાઈનના પક્ષમાં અવાજ ઉઠાવતાં રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.