Abtak Media Google News

દસકાથી શાસન કરી રહેલા મુગાબેની હાલત બુરી

૩૭ વર્ષ પહેલા રોબર્ટ મુગાબેને આફ્રિકામાં આઇકોનીક હિરો તરીકે નાવઝવામાં આવ્યા હતા. ત્યારે ઝિમ્બાબ્વેની સત્તારુઢ પાર્ટી જાનૂપીએફ પ્રેસિડન્ટ રોબર્ટ મુગાબે વિરુઘ્ધ સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.અહીંની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર મુગામે પર મહાભ્યોગ ચલાવવાનો આ નિર્ણય તે સમયે લેવામાં આવ્યો હતો જયારે મુગાબેએ ઝિમ્બાબ્વેનો સંકટ સમાપ્ત કરવા માટે પદ પરથી રાજીનામું આપવાની વાતને નકારી હતી. જોકી પાર્ટી ઓફીસરોમાં જણાવ્યા મુજબ મુગાબેને બે દિવસની અંદર અંદર પાર્ટીમાંથી બરતરફ કરી દેવામાં આવશે પાર્ટીના ૨૬૦ માંથી ૩૦ સભ્યોએ મુગાબે સામે મહાભિયોગની તરફેણમાં મત આપ્યા છે.  મુગાબે સામે સરકારને અસ્થિર કરવા તેઓની પત્ની ેગ્રેસી મુગાબેને બંધારણીય બાબતોમાં દખલ કરવા છુટ આપવાન આદેશ અપાયો છે.  ઝિમ્બાબ્વેના બંધારણ મુજબ મહાભિયોગ પ્રસ્તાવ પર સેનેટ અને નેશનલ એસેમ્બીની મહોર વાગ્યા પછી મુગાબેને રાષ્ટ્રપતિપદેથી હટાવી દેવાની તૈયારી કરી હતી પરંતુ તે પહેલા જ મુગાબેએ રાજીનામું આપી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.