Abtak Media Google News

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ડીઆરએમ પરમેશ્વર ફૂંકવાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના ભકિતનગર સ્ટેશન પર સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં રાજકોટ સ્ટેશન યાર્ડમાં નવી પીટ લાઈનના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન ભકિતનગર સ્ટેશનમાં આરક્ષણ કાર્યાલયના નવા ભવનના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન, નવ વિસ્તારીત પ્લેટફોર્મ, કવર શેડ તથા પડધરી ચણોલ અને હડમતીયા સ્ટેશનો ખાતે દિવ્યાંગજનો માટેના નવનિર્મિત શૌચાલયનું લોકાર્પણ ઉપરાંત બિલેશ્વર, અમરસર, ભકિતનગર ચણોલ, દલડી, કણકોટ, ખંડેરી, ખોરાણો, લુણાસરીયા, પડધરી, સિંધાવદર તથા વાંકાનેર સ્ટેશનો ખાતે વાઈફાઈ સેવાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી સહિત રાજકોટ રેલવેના ડી.આર.એમ. પરમેશ્વર ફૂંકવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2019 09 21 12H38M50S191

લોકોને અનેક સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ૬ કરોડના કામોનું ભૂમિપૂજન: મોહનભાઈ કુંડારીયા

મિડિયા સાથેની વાતચીત દરમિયાન સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતુ કે લોકોને સુખસુવિધા ઉપલબ્ધ થાય તે માટે આજરોજ અંદાજે છ કરોડ રૂપીયાના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. નવી પીટ સાડા પાંચ કરોડના ખર્ચે, વિન્ડો બનાવવા માટે ૨૮ લાખના ખર્ચે ભૂમિ પૂજન કરવામાં આવ્યું નવા શેડનું લોકાપર્ણ જે સાઈઠ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું તથા બાર સ્ટેશનોમાં વાઈફાઈ ચાલુ થાય તેનું લોકાપર્ણ થતા દિવ્યાંગો માટે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ભૂમિપૂજન આજરોજ કરવામાં આવ્યું છે. રાજકોટની જનતાને વિશેષ ફાયદો કઈ રીતે થઈ શકે તે માટે આપણા જે ફાટકો છે તેમાથી એક ફાટકનું ૨૦ દિવસમાં ભૂમિપૂજન થશે. નવો અંડરબ્રીજ બનીરહ્યો છે. બાકીના ફાટકના ડી.પી.આર. બની રહ્યા છે. તેનું ટુંક સમયમાં ટેન્ડરીંગ થાય અને આગળની કાર્યવાહી થાય તે માટે રેલવે ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રત્યનો કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા વધારેમાં વધારે સુવિધા પ્રાપ્ત થાય અને આપણું રેલવે સ્ટેશન આધુનિક બની રહ્યું છે. તેનું કામકાજ ટુંક સમયમાં પૂર્ણ થવાનું છે રેલવેના માધ્યમથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જનતાને વધુ સુવિધા ઉપલબ્ધ થાયતે માટે હંમેશા પ્રયત્નો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.