Abtak Media Google News

અલ નીનોના કારણે દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડે તેવી ચિંતાજનક આગાહી

ચાલુ વર્ષમાં ભારતની ખાનગી એજન્સી સ્કાયમેટે ધારણા કરી છે કે, ચોમાસું સામાન્ય કરતા નબળું રહેશે ત્યારે દેશમાં અલ નીનોના કારણે ઓછો વરસાદ પડે તેવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી અનુસાર ભારતમાં ચાલુ વર્ષે સામાન્ય કરતા ૭ ટકા ઓછો વરસાદ થશે. જયારે બીજી બાજુ મધ્યભારતમાં ભયંકર ગરમી પડવાની પણ સંભાવના સેવાઈ રહી છે.

Advertisement

સ્કાયમેટના મહેશ પાલાવટે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અલ નીનોને કારણે ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. એટલું જ નહીં મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા વધુ ગરમી પડે તેવા એંધાણ કરવામાં આવ્યા છે. ઉતર-પશ્ચિમ ભારતમાં પ્રિ-મોનસુન એકટીવીટી વારંવાર થશે તેવી પણ આશંકા છે કે દુષ્કાળ પણ પડી શકે છે. ચાલુ વર્ષે જુન મહિનામાં સામાન્ય કરતા માત્ર ૭૭ ટકા, ઓગસ્ટ દરમિયાન ૧૦૨ ટકા અને સપ્ટેમ્બર માસ દરમિયાન ૯૯ ટકા વરસાદ થવાની ધારણા સેવાઈ રહી છે પરંતુ કહી શકીએ કે જુનના ચાલુ વર્ષમાં ખુબ જ ઓછો વરસાદ થશે તેવી આગાહી સેવાઈ રહી છે.

જુન-જુલાઈ માસમાં ઓછો વરસાદ પડવાની આગાહી થતા જે ખરીફ પાક ઉગાડવા માટે ખેડુતો મહેનત કરતા હોય છે ત્યારે એ પણ હવે ચિંતાનો વિષય બન્યો છે. આગાહી અનુસાર જુન મહિનામાં ૨૩ ટકાથી ઓછો વરસાદ પડવાની શકયતા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. જેમાં જુલાઈમાં ૯ ટકા રહે તેવી પણ સંભાવના છે. અંતમાં સ્કાયમેટ દ્વારા એક વિશેષ માહિતી એ પણ આપવામાં આવી છે કે, એમ.પી, મરાઠવાડા, વિદર્ભ, કર્ણાટકના અંતરીયાળ વિસ્તારો, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં ખુબ જ ઓછો વરસાદ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.