Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ઉનાળાની  આકરી શરૂઆત થઈ  છે  જિલ્લામાં પાણી પાણીનો પુકાર પડી રહ્યો છે ત્યારે ઢાંકીથી દ્વારકા સુધી પાણી પહોંચાડવામાં નર્મદા કેનાલ માટે આવી રહ્યું છે ત્યારે છેવાડા સુધી પાણી પહોંચે તેવા આયોજનો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે પરંતુ પાઇપલાનો જ્યાંથી પસાર થાય છે ત્યાં ભાગતોડ કરી અને મોટી માત્રામાં પાણી ચોરી કરી અને ખેડૂતો પોતાના પિયત વાવણી કરેલા ખેતરોમાં પીવડાવી  છે  હાલમાં પાણીની રાળ પડી છે 1200 જેટલા ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવામાં આવે છે

મુળી તાલુકાના દાણાવાળા  અને દિગસર ગામમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં ન પહોંચવાના કારણે દેકારો બોલ્યો હતો ત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી   મૂડી તાલુકાના દાણાવાડા અને દીક્ષા ગામે સાત જેટલા ખેડૂતો લાઈનમાં ભંગાણ કરી અને ગેરકાયદેસર રીતે પાણી મેળવતા હોવાનું પુરવાર થયું હતું  સાત ખેડૂતો સામે પાણી ચોરી કરતા ઝડપાયા હતા અને સાત ખેડૂતો સામે હાલમાં પાણી ચોરી અંગેની ફરિયાદ નોંધવાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.