Abtak Media Google News

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ખનિજ માફીયા પર ધોસ બોલાવતા મુળી પંથકના ખનિજ માફિયાનો રુા.50 લાખનો મુદામાલ મામલતદાર અને પોલીસે બીન વારસી કબ્જે કર્યો

રાજયભરમાં ખનિજ માફિયા પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધોસ બોલાવવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ખનિજ ચોરી પકડી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદથી શરુ કરેલી તપાસ અંતગ4ત મુળીના ધોળીયા ગામ પાસેથી ખનિજ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા આઠ ટ્રેકટર, ત્રણ ચરખી અને વિસ્ફોટક સામગ્રી રેઢી મળી આવતા મુળી પોલીસે ટ્રેકટર નંબરના આધારે ખનિજ માફિયાની શોધખોળ હાથધરી છે.

Advertisement

ધોળિયા તાલુકાના મૂળી ખાતે ખાણ ખનીજ સુરેન્દ્રનગરની તપાસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સોલાર પ્લાન્ટની બાજુમાં પાંચ ખાડા- કુવાની જગ્યા પાસેથી વિસ્ફોટક પદાર્થ બિનવારસી મળી આવ્યો હતો જ્યારે બીજી તરફ ડ્રોન સર્વેલન્સ આધારે સપ્ટેશનની બાજુમાં ત્રણ ખાડા- કુવા પાસે ગેરકાયદે ખાણ કામ ચોલતું હોવાના આધારે તપાસ કરતાં 8 ટ્રેક્ટર, ત્રણ ચરખી સહિત 45 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. તપાસમાં બંને જગ્યાએથી કુલ 50 લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે મૂળી પોલીસને તેની કસ્ટડી સોંપાઈ છે.

સુરેન્દ્રનગર કલેકટર ની સૂચનાથી ભૂસ્તશાીય સુરેન્દ્રનગરની તપાસ ટીમ અને પી.એસ.આઇ મૂળી દ્વારા સયુંકત ચેકિંગ હાથ ધરવામાં આવતા  મૂળી ગામ ખાતે સોલાર પ્લાન્ટની બાજુમાં પાંચ ખાડા- કુવા પર ચરખી મશીન બંધ બિનવારસી હાલતમાં જોવા મળ્યું હતું. આ ચરખી મશીન દ્વારા કાર્બોસેલ ખનિજનું બિન અધિકૃત ખનન કર્યું હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળતા વધુ તપાસ કરતા આ કુવાની બાજુમાં વિસ્ફોટક પદાર્થ જોવા મળ્યો હતો. જેથી મામતદાર  મૂળીનો ટેલીફોનિક સંપર્ક કરી રેડ વાળી જગ્યાએ બોલાવી આ વિસ્ફોટક અંગે જાણ કરતા મામલતદાર મૂળી દ્વારા વિસ્ફોટક બિનવારસી હાલતમાં સીઝ કરી પીએસઆઇ મૂળીને કસ્ટડી સોંપવામાં આવી હતી. કુવા પર પડેલ ચરખી મશીન ધોળિયા ગામની ગ્રામ પંચાયત ખાતે કસ્ટડી સોંપ્યા બાદ કુલ મુદામાલ આશરે પાંચ લાખનો જપ્ત કરવામાં આવ્યો હતો

તો બીજી ઘટનામાં તપાસ ટીમ દ્વારા ડ્રોન સર્વેલાન્સ સર્વે સાથે ધોળિયા તાલુકાના મૂળી ખાતે સપ્ટેશનની બાજુમાં ત્રણ ખાડા- કુવા પર ચરખી મશીન સાથે ટ્રેક્ટર દ્રારા ખાણ કામ ચાલુ હાલતમાં પકડવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન આ કુવાઓની બાજુમાં અન્ય પાંચ ટ્રેક્ટર જેમાં ત્રણ જનરેટર તેમજ બે ડીલરમશીન સાથે પડેલા જોવા મળ્યા હતા.જેથી કારબોસેલ ખનીજ ગેરકાયદેસર ખાણ કામમાં સંડોવાયેલી ( 8 ટ્રેક્ટર,ત્રણ ચરખી) તમામ મશીનરી આશરે 45 લાખનો મુદ્દામાલ મૂળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.