Abtak Media Google News

મહુવાના તલગાજરડા  ગામ કે જે વિશ્વમાં મોરારીબાપુના ગામ તરીકે જાણીતું છે. આ તલગાજરડા ગામમાં જયારે મોરારીબાપુની રામકથા શરુ થવાની હોય અને યજમાન પણ તલગાજરડાના જ હોય ત્યારે અને ઘણાં લાંબા સમય બાદ મહુવા વિસ્તારમાં પૂ. મોરારીબાપુની રામકથાની આયોજન થઇ રહ્યું હોય ત્યારે આ કથા કેટલી ભવ્ય હશે તે તો તેની તૈયારીઓ ઉપરથી જ માલુમ પડી જાય છે.

કારણ કે રામકથા તા. ૨૭-૧૦-૧૮ ના રોજથી શરુ થવાની છે. અને તેની તડામાર તૈયારીઓ આજથી જ શરુ થઇ ગયેલ છે. જેમાં તા. ૨૬-૭-૧૮ ના રોજ રામ કુટીર રામ કથાનું કાર્યાલય શરુ કરી દેવામાં આવનાર છે. આ રામકથાના નિમીત માત્ર અને મુખ્ય યજમાન હરીભાઇ રામજીભાઇ નકુમ (આહીર) છે. આમ પૂ. મોરારીબાપુની પોતાની જન્મભૂમિમાં ભવ્યાતી ભવ્ય રીતે રામકથાનું રસપાન થાય તેની તૈયારી આજથી તલગાજરડા તા. મહુવામાં શરુ થઇ ગયેલ છે તો સૌ રામભકતોએ આ સેવાયજ્ઞમાં જોડાવા હરીભાઇ નકુમ (આહિર) નો સંપર્ક સાધવા અને રામકથાનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.