Abtak Media Google News

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી: કડવા પાટીદાર સમાજમાં ગમગીની

મોરબીના નાની વાવડી ગામ નજીક માળીયા હાઇવે પર રાત્રીના કારને પાછળથી ટ્રકે ઠોકર મારતા કાર ચાલક અને તેના મિત્રને ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત કારચાલક યુવાનને રાજકોટ ખસેડાયો હતો. તેનું મોત નિપજતાં બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

Road Accident
Road Accident

પ્રાપ્ત થતી વિગત મુજબ નાની વાવડી રહેતા અને ઓમ શાંતિ સ્કૂલની બસનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતા કિશોરભાઇ ઠાકરશીભાઇ રાજપરા (ઉ.૩૫) નામના કડવા પટેલ યુવાન અને તેના મિત્ર વિજય લક્ષમણભાઇ પટેલ (ઉ.૩૨) સાંજે કામ સબબ માળીયા ગયા હતાં. ત્યાંથી આઠેક વાગ્યે બંને કારમાં બેસી પોતાના ગામ જઇ રહ્યા હતાં ત્યારે ગામ નજીક માળીયા હાઇવે પર કારને પાછળથી ટ્રકે ટક્કર મારતાં બંને મિત્રોને ઇજા થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

Accident 1 1જેમાંથી કિશોરભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ વિશેષ સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેઓએ સવારે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર યુવાન ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી કડવા પટેલ પરિવારમાં ગમગીની છવાઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.