Abtak Media Google News

નાના કટર જેવા હથિયાર વડે હુમલો કરી બે શખ્સોએ 48 હજારની લુંટ ચલાવી તી

મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ શિવાનંદ પેટ્રોલપંપ ઉપર મોટરસાયકલ પર બે શખ્સો આવી રાત્રીના રાત્રીના સમયે કામ કરતા કર્મચારીને નાના કટર જેવા હથીયાર વડે ઇજા પહોંચાડી તેની પાસેથી રાત્રીના પેટ્રોલ-ડીઝલના વેચાણના આશરે રૂ. 48,000 ની લુંટ કરી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, મોરબી તાલુકાના ટીંબડી ગામના વતની અને હાલ મોરબીના અંજનીપુત્ર એપાર્ટમેન્ટ, જય અંબેનગર, અવની ચોકડી પર રહેતા રોહિતભાઈ દુર્લભજીભાઈ છનીયારા (ઉ.વ.27) ના શિવાનંદ નામના પેટ્રોલપંપે એક કાળા કલરના પલ્સર મોટર સાયકલમાં બે અજાણ્યા માણસો પેટ્રોલ પુરાવવા આવી જે પૈકી પાછળ બેઠેલ માણસે ફરીયાદીના પેટ્રોલપંપમાં રાત્રીના સમયે કામ કરતા સાહેદ રાહુલસિંગ વિક્રમસિગને એક નાના કટર જેવા હથિયારથી જમણા હાથમાં છરકો કરી ઇજા કરી, તેની પાસેથી રાત્રીના પેટ્રોલ-ડીઝલ વેચાણના રૂપીયા આશરે 48,000/- ની લુંટ ચલાવી હતી. જે લૂંટના બનાવ અંગે રોહિતભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી આરોપી નરેન્દ્રસિંગ દીલીપસિંગ રાવત ઉ.વ.22 રહે.મેઅસા પો.સ્ટે બેનીરી થાળુ તા.ઠોણઢ જી.અજમેર રાજસ્થાન તથા ઠાકુરસીંગ ભૈરવસીંગ અમરસીંગ રાવત ઉ.વ.24 રહે.ભીમગામ થાણૂ-પો.સ્ટે ભીમ જીલ્લો  રાજસ્મંદ રાજસ્થાનવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.