Abtak Media Google News

બાઇક અથડાવા મુદે મારામારી કરતા પોલીસે બન્ને પક્ષની ફરીયાદ પર સામ સામે ગુનો નોંધાયો

હળવદના ભલગામડા ખાતે બાઇક અથડાયા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ધોકા-પાઇપ વડે મારામારી થયા હોવાની ઘટના પોલીસ સમક્ષ આવતા પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ પરથી સામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બનાવની જાણવા મળતી માહિતી અનુસાર, હળવદનાં ભલગામડા ખાતે રહેતા વિજયભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે ભાણો રમેશભાઇ ઉધરેજા નામનો યુવક પોતાની મોટર સાયકલ લઇને ચોકડીએથી આવતો હતો. ત્યારે હિતેશભાઇ મુકેશભાઇ કોળી તથા ભુપતભાઇ હરખાભાઇનો દીકરો ત્યાંથી ચાલીને જતા હતા. ત્યારે ફરીયાદી વિજયભાઇના બાઇકનો અરીસો ભુપતભાઇના દીકરાને અડી જતા બંને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફોન કરી વિનુભાઇ હરખાભાઇ કોળી, ભુપતભાઇ હરખાભાઇ કોળી તથા મનાભાઇ હરખાભાઇ કોળીને સ્થળ પર બોલાવતા વિનુભાઇએ પોતાના હાથમા રહેલ પાઇપ ફરિયાદીના માથાના ભાગે મારેલ અને ફરિયાદીના મામા પ્રભુભાઇ સમાધાન માટે આવતા ભુપતભાઇએ પ્રભુભાઇને ડાબા પગે કાટાળી લાકડી તથા મનાભાઇ હરખાભાઇ કોળીએ પોતાના હાથમા રહેલ લાકડી પ્રભુભાઇને માથામા મારેલ ત્યા પ્રવિણભાઇ અરજણભાઇ કોળી તથા બાલાભાઇ પ્રવિણભાઇ કોળીએ સ્થળ પર આવી ફરિયાદીને માથાના ભાગે પાઇપ મારેલ અને મામાના દિકરા હરેશ છોડાવવા આવતા તેને વાસાના ભાગે લાકડી મારેલ આ વખતે અન્ય માણસો આવી જતા આરોપીઓ વધુ માર મારી શકેલ નહી અને ભુપતભાઇના દીકરાએ કહેલ કે હવે જો મોટર સાયકલ ભટકાડીશ તો જાનથી મારી નાખીશ ત્યારે બનાવને પગલે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં વિજયભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે ભાણાએ ફરિયાદ દાખલ કરાવી છે.બીજી ફરિયાદ અનુસાર, હળવદનાં ભલગામડા ખાતે રહેતા ભુપતભાઈ હરખાભાઈ ખાંભડીયાનો દિકરો ગામની ચોકડીએ પાંઉભાજી લેવા ગયેલ હોય ત્યારે તેની સાથે વિજયભાઇ ઉર્ફે કાળુભાઇ રમેશભાઇ ઉઘરેજાએ તેની સાથે મોટર સાયકલ ભટકાડી ઝઘડો કરેલ જેથી ફરિયાદી તથા તેના પરિવારજનો વિજયભાઇ ઉર્ફે કાળુભાઇ રમેશભાઇ ઉઘરેજાને સમજાવી તેને ઘરે મોકલેલ જે બાબતે મનદુખ રાખી પ્રભુભાઈ સુરાભાઈ દેત્રોજા, ગનાભાઈ સુરાભાઈ દેત્રોજા તથા હરેશભાઈ પ્રભુભાઈ દેત્રોજા પોતાના હાથમા ધોકા લઈ ફરિયાદીના ઘર પાસે આવી તથા ગોપાલભાઇ રમેશભાઇ ઉઘરેજા હાથમા છરી લઇ આવી છુટા પથ્થરના ઘા કરી ફરિયાદી તથા તેના પરિવારજનોને માથામાં તથા શરીરે ઇજાઓ કરી તેમજ ફરિયાદી તેના ઘરમાં જતા રહેતા આરોપીઓએ ઘરમાં ફળીમાં પ્રવેશ કરી વિનોદભાઇને માથામાં ધોકાનો એક ઘા મારી ફુટની ઇજા કરી તથા  રણજીતભાઇને જમણા પગે જાંઘમા ઘા મારી ઈજા કરતા સમગ્ર મામલે ભુપતભાઈ હરખાભાઈ ખાંભડીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.