Abtak Media Google News

 

Advertisement

એપાર્ટમેન્ટના મેઈન્ટેનન્સ રકમ બાબતે મહિલા સાથે માથાકુટ

મોરબીમાં મહિલા સાથે એપાર્ટમેન્ટના મેન્ટેનેન્સની રકમ બાબતે માંથાકૂટ કરી માથાભારે શખ્સે મહિલાની માલિકીના કોમ્પ્યુટર કલાસીસના કાચના બારી બારણામાં તોડફોડ કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ફલેટ નં-502,પાંચમા માળે શીવઆશીષ એપાર્ટમેન્ટ કાયાજી પ્લોટ ખાતે રહેતી અને કોમ્પ્યુટર કલાસીસ ચલાવતી શીતલબેન ભાવેશભાઇ ચંદારાણાનો પારેખ શેરીમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ તેમના મેન્ટેનેસની રકમ બાબતે સામાવાળા કૃપાલસિંહ નાથુભા પરમારે ફોનમાં બોલાચાલી કરી મહિલાના શ્રીજી એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર પર આવેલ કોમ્પ્યુટર કલાસીસના કાચના બારી-બારણામાં તોડફોડ કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.