Abtak Media Google News

રાજકોટ ખાતે મકાનનું મુહુર્ત કરવા આવ્યાને સોના-ચાંદીના ધરેણા  અને રોકડ તફડાવી ચોકીદાર છનન

મોરબી શહેરના કાયાજી પ્લોટ મેદાન રોડ નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં રહેતા  કારખાનેદારનો પરિવાર રાજકોટ બનતા નવા મકાનનું મુહુર્ત કરવા આવેલા ત્યારે ચોકીદાર દંપતિએ સોના-ચાંદીના ધરેણા અને રોકડ મળી રૂ. 25.57 લાખની   ચોરી કરી ગયાની સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટાફ ડોગસ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઈ નેપાળી દંપતિનું  પગેરૂ દબાવ્યું છે.

પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેરના કાયાજી પ્લોટ મેઈન રોડ પર રહેતા અને ટંકારાના હળમતીયા ગામે પવનસુત પોલીસપેક નામે કારખાનું  ધરાવતા હિંમાંશુભાઈ ચંદ્રકાંતભાઈ ચંડીભમર નામના કારખાનેદારના મકાનનાં  ચોકીદાર નેપાળીદંપતિ રૂ.25.57 લાખની ચોરી કરી ગયાની સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં કારખાનેદાર હિમાંંશુભાઈ ચંડીભમ્મર પરિવાર સાથે  રાજકોટ ખાતે  ભાગીદારને  ત્યાં ધાર્મિક પ્રસંગમાં ગયા હતા ત્યારે તા.30 એપ્રીલની રાત્રીએ પુત્રે મોબાઈલમાંથી  સીસીટીવી ચેક  કરતા ચોકીદાર બહાદૂર સુતો હતો બાદ તા.1 એપ્રીલના રોજ રાજકોટ ખાતે નવા બનતા મકાનનું  મુર્હુત હોય જેથી અમો બધા ત્યાં ગયા બાદ પત્ની, પુત્ર અને પુત્રવધુ સહિત મોરબી ગયા હતા.

મોરબીથી પત્નીનો ફોન આવેલો અને મકાનમાં  સામાન વેર વિખેર છે.ચોરી થઈ હોવાની જાણ કરતા હુ મોરબી દોડી ગયો હતો.

આ બનાવની જાણ  પોલીસનેકરતા પીએસઆઈ એચ.એ.જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. રૂ.10.30 લાખની કિંમતના સોનાના ધરેણા,  16500ની કિંમતના ચાંદીના ધરેણશ અને રોકડા 15.11 લાખ મળીરૂ. 25.57 લાખની  ચોકીદાર નેપાળી સદેબહાદૂર વિશ્ર્વકર્મા અને તેની પત્ની બીંદુ સદેબહાદૂરએ ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાશી છૂટેલા નેપાળી દંપતિને ઝડપી લેવા દોડધામ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.