Abtak Media Google News

મોરબી સેન્ટમેરી સ્કૂલ પાસે આવેલ વાસ્તુપેલેસ એપાર્ટમેન્ટ પાસે રમતા રમતા ગુમ થયેલ બાળકીને મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનસી ટીમ   દ્વારા હેમખેમ શોધી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ’શી ટીમ’ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સેન્ટમેરી સ્કુલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે પહોંચતા એક મો.સા. ચાલકે હાથનો ઇશારો કરતા તેને જણાવેલ કે પોતે વિકીભાઇ હરીશભાઇ બસંતાણી ઉવ.30 રહે.લાયન્સનગરમાં ચરમારીયા ડાડાના મંદિર સામેના ભાગે આવેલ વાસ્તુપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હોય અને પોતાની ભત્રીજી ઉવ.4 એકાદ કલાકથી એપાર્ટમેન્ટમાં અન્ય છોકરાઓ સાથે રમતા રમતા ગુમ થઇ ગયેલ હોવાનું જણાવતા તુર્તજ તેની સાથે મદદમાં રહી બી ડીવી પો.સ્ટે. અન્ય પો.સ્ટાફને જાણ કરી ગુમ થયેલ બાળકીની શોધખોળ શરૂ કરી દિધેલ હતી.

ગુમ થયેલ બાળકીની શોધખોળ ચાલુ હોય તે સમયગાળા દરમ્યાન પત્રકાર પંકજભાઇ સનારીયા દ્રારા શી ટીમના સભ્યને ટેલીફોનીક જાણ કરવામાં આવેલ કે એક આશરે ચારેક વર્ષની દિકરી પરશુરામધામ નવલખી ફાટક નજીકથી એકલી મળી આવેલ છે. જે માહિતી મળતા ફોટો મંગાવી મેચ કરતા ગુમ થયેલ બાળકીનો  હોવાનું જાણમાં આવતા તુર્તજ મોરબી સીટી બી ડીવી શી ટીમ તથા અન્ય પો.સ્ટાફના માણસો પરશુરામધામે બાળકીના માતા સાથે પહોંચી બાળકીને સાંચવી રાખનાર અલ્પાબેન રહે. પરશુરામધામ નવલખીરોડ પાસેથી બાળકીનો કબ્જો મેળવી ચાઇલ્ડ વેલ્ડફેર કમિટીની મંજુરીથી બાળકીના માતા અનિતાબેન વિજયભાઇ બસંતાણી ઉવ.38 ને સોંપી આપેલ હતી. ત્યારે બાળકી મળી જતા વાસ્તુપુલેસ એપાર્ટમેન્ટના માણસો તથા આજુબાજુમાં રહેતા સોસાયટીના લોકોએ રાહતનો શ્ર્વાસ લીધેલ હતો.

આ ત્વરિત સફળ કામગીરીમાં મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સી ટીમ, પો.કોન્સ. કિર્તીસિંહ જાડેજા, પો.કોન્સ. મનોજભાઇ ગોખરુ, વુ.પો.કોન્સ. વનિતાબેન સીચાણદા વીસીપરા બીટ પો.સ્ટાફ, પો.કોન્સ. રમેશભાઇ રાઠોડ, પો.કોન્સ. વિપુલભાઇ કણજરીયા રોકાયેલા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.