Abtak Media Google News

વારંવાર અરજી કરે છે તેમ કહી હુમલો કર્યો

સોખડા ગ્રામ પંચાયતનાં સભ્યને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માર મારવાનો  બનાવ બનવા પામ્યો આવ્યો છે. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટીની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના સોખડા ગામે થરેસા શેરીમાં રહેતા સામાજીક કાર્યકર તથા સોખડા ગ્રામ પંચાયતમા સામાજિક ન્યાય સમીતીના ચેરમેન રમેશભાઇ ખીમાભાઇ મકવાણા ગામના વિકાસ માટે કચેરીઓમા અરજી કરતા હોય જેનો ખાર રાખી કિશોરભાઇ દેવદાનભાઇ બાલસરા (રહે-કીશનગઢ (સોખડા), તા.જિ-મોરબી)એ ફરિયાદીને તુ વારંવાર અરજી કરે છે અરજી કરવાનુ બંધ કરી દેજેતેમ કહી, જાહેરમા જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતો શબ્દ બોલી બેફામ ગાળો આપી, ઝપાઝપી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ કલમ-323,504 એટ્રોસીટી એક્ટ મુજબ કિશોરભાઇ દેવદાનભાઇ બાલસરા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.