Abtak Media Google News

મોરબી: જોધપર ગામે ઘરકામ બાબતે ઠપકો આપતા યુવતીનો આપઘાત

મોરબીના જોધપર(નદી) નિલેષભાઇ પટેલની વાડીએ રહેતી માતાએ પુત્રીને રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રીને લાગી આવ્યું હતું. જેને કારણે તેને ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, હાલ મોરબીના જોધપર(નદી) નિલેષભાઇ પટેલની વાડીએ રહેતી કિરણબેન સુરેશભાઇ ડામરા નામની 20 વર્ષીય યુવતીને ગત તા.21/12/2022 ના રોજ જોધપર(નદી) ગામના નિલેષભાઇ પટેલની વાડીએ તેની માતાએ રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપતા યુવતીને મનોમન લાગી આવતા એકલતાનો લાભ લઇ વાડીના ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જેને લઇ તેને પ્રથમ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું ગત તા.26/12/2022 ના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.