Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. આ વિવાદ દીપિકાએ પહેરેલી બીકીનીને લઈને થઈ રહ્યો છે કારણ કે તે ભગવા રંગની છે સંતો, મહંતો અને નેતાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ફિલ્મમાં ભગવા રંગ પહેરીને અશ્લીલ હરકતો કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર વિવાદ વચ્ચે સેન્સર બોર્ડ તરફથી ‘પઠાણ’ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

એક અહેવાલના જણાવ્યા અનુસાર પઠાણ ફિલ્મના સર્ટિફિકેશન માટે સીબીએફસી એક્ઝામિનેશન કમિટી ગઈ હતી. અને ગાઈડ લાઈન મુજબ ફિલ્મના તમામ પાસાઓ તપાસવામાં આવ્યા હતા ત્યારબાદ કમિટીએ પઠાણ ફિલ્મ મેકર્સ ને કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી હતી

સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર પઠાણ ફિલ્મને તાજેતરમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જેના માટે CBFC પરીક્ષા સમિતિ ગઈ હતી. સીબીએફસી માર્ગદર્શિકા અનુસાર ફિલ્મના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી છે. જે બાદ કમિટીએ ફિલ્મના મેકર્સને કેટલાક ફેરફાર કરવા કહ્યું છે. આ ફેરફારો ખાસ કરીને ફિલ્મના ગીત બેશરમ રંગ સાથે સંબંધિત છે. સમિતિએ પઠાણ ફિલ્મનું રિવાઇઝ્ડ વર્ઝન સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં ફેરફાર સબમિટ કરવાનો પણ આદેશ આપ્યો છે.

સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં કેટલાક ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જો કે તેમાં શું ફેરફાર કરવામાં આવશે તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે. સેન્સર્સ બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ કહ્યું કે CBFC હંમેશા સર્જનાત્મકતા અને સંવેદનશીલતાને સંતુલિત કરવા માટે કામ કરે છે. પ્રેક્ષકોની પણ એવી જ શ્રદ્ધા બોર્ડ સાથે જોડાયેલી છે. શું કેસરી બિકીનીમાં દીપિકા પાદુકોણનું ગીત બેશરમ રંગ પણ બદલાશે કે નહીં એ જોવાનું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.