Abtak Media Google News

ક્રેડિટકાર્ડના પોઈન્ટ રિડીમ કરવા જતા યુવકે 1,98 લાખ અને
ઓનલાઈન સાડીની ખરીદીમાં  56600 ગુમાવ્યા

મોરબી ક્રેડિટ કાર્ડનાં પોઇન્ટ રિડીમ કરવા જતા યુવકને 1,98,000 થી વધુ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. જ્યારે અન્ય બનાવમાં ઓનલાઇન ઓર્ડર અંગેની અજાણી લિંક વોટ્સએપમાં આવેલ લિંક ઓપન કરતાં જ પરણીતાના ખાતામાં રહેલ 55000 થી વઘુ પૈસા  ઉપાડી લેતાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબીનાં અરિહંત સોસાયટી શનાળા રોડ પર રહેતા જીગરભાઇ પ્રવીણભાઇ પોપટને ગત તા.29/08/2022 ના રોજ તેનાં મોબાઇલ નંબર. 9574888143 ઉપર અજાણ્યા ઇસમે VM-iCASHBમેસેજમા dp ICICI Credit Card Points Worth Rs.6850 Will Expired Tomorrow. Kindly Redeem Points In Cashback By Clicking લખી એક લીંક આવતા જેમા આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની icicirewards.ફાસ ની એપ્લીકેશન મા ફરીયાદીએ પોતાના કેર્ડીટ કાર્ડની ડિટેઇલ આપતા જે ડિટેઇલ આધારે રૂ.1,98,022.50/- ઉપડી જતા ફરીયાદી સાથે ઓનલાઇલ ફોર્ડ (છેતરપીંડી) કરતાં સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જયારે અન્ય બનાવમાં, મોરબીનાં મકાનનં.1502 પ્લોટનં.65 નીતીનીનગર શકતશનાળામાં રહેતા તૃપ્તીબેન સુરેશભાઇ ગોહીલને ગત તા.4/8/2022નાં રોજ ઓનલાઇન સાડી મંગાવેલ હોય જે પાર્સલ માટે અજાણ્યા આરોપીએ પાર્સલ મળી જાય તે સારૂ વિશ્વાસમા લઇ ફરીયાદીના વોટસઅપમા લીંક મોકલતા ફરિયાદીએ લીંક ઓપન કરતા તેના એસ.બી.આઇ.ના ખાતામાથી રોકડ રૂ.56,625/- ફરિયાદીની જાણ બહાર ઉપાડી મેળવી લઇ લેતા અજાણ્યા વ્યકિત વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.